રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
સુધરાઈ પ્રમુખ દ્વારા કોરોના પોઝિટિવ વ્યક્તિઓને હોમ કવોરન્ટાઈન રાખવાની કરી માંગ
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી કાબુમાં લેવા માટે ગંભીરતાથી પગલાં ભરવામાં આવે છે ત્યારે કેશોદ શહેરમાં કોરોના મહામારી કાબુમાં ન આવતાં કુદકે ને ભૂસકે કેસ વધી રહ્યાં છે ત્યારે કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ યોગેશભાઈ સાવલીયા દ્વારા લેખિતમાં જીલ્લા કલેકટર ને રજુઆત કરી હતી કે કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલા વ્યક્તીઓ હોમ કવોરન્ટાઈન રહેવાને બદલે જાહેરમાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે જેથી સંક્રમણ વધવાની સંભાવના છે. કેશોદ શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલા વ્યક્તીઓ નો આંકડો ચારસો ને પાર કરી ગયો છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક પગલાં ભરવામાં ન આવતાં હોય ત્યારે કેશોદ શહેરમાં કોરોના મહામારી વચ્ચે લોકોને જીવવું મુશ્કેલ બની ગયું છે. કેશોદ શહેરમાં રોજનાં અંદાજે દશ થી પંદર કોરોના પોઝીટીવ કેસ નોંધાય રહ્યાં છે ત્યારે આ વ્યક્તિ અન્ય વ્યક્તિનાં સંપર્કમાં ન આવે એટલે હોમ કવોરન્ટાઈન કરવામાં આવે અને આસપાસના વિસ્તારોમાં કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવામાં આવતું હતું જેમાં ગંભીરતાપૂર્વક કામગીરી કરવાને બદલે ઢાંકપિછોડો કરવામાં આવતાં કોરોના મહામારી વધું વકરી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતાં રીપોર્ટ માં પણ લાલીયાવાડી ચલાવવામાં આવતી હોવાનું ખુલ્યું છે કેશોદના વાસાવાડી વિસ્તારમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ડિસ્ચાર્જ રીપોર્ટ આપવામાં આવેલ છે જેમાં લક્ષણો જોવા મળ્યાં ની તારીખ,હોમ કવોરન્ટાઈન કર્યાની તારીખ અને ડિસ્ચાર્જ કર્યાની તારીખ માં ગંભીર ભુલો ક્ષતિઓ કરેલ છે ત્યારે વીમા કંપની માં રજૂ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેશોદ પંથકમાં તાજેતરમાં પરપ્રાંતીય મજુરો હજારોની સંખ્યામાં આવી રહ્યાં છે ત્યારે કોઈ તપાસ કે ચકાસણી કરવામાં આવતી નથી. કેશોદ વહીવટી તંત્ર દ્વારા શરૂઆતમાં કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલા વ્યક્તીઓ ને હોમ કવોરન્ટાઈન કરવા માટે ખાનગી અને સરકારી શાળાઓમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી જે વ્યવસ્થા મુજબ સંક્રમણ અટકાવવા અમલવારી કરાવવી જરૂરી છે. કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ યોગેશભાઈ સાવલીયા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ માં વધુમાં જણાવ્યું હતું કે કેશોદ શહેરમાં હોમ કવોરન્ટાઈન કરવામાં આવેલ વ્યક્તિઓ જાહેર માર્ગો પર બિન્દાસ રીતે ફરી રહ્યાં છે ત્યારે અજાણ્યા લોકો નાં સંપર્કમાં આવવાથી સંક્રમણ થી કોરોના વાયરસ ફેલાવાનો ડર લાગે છે. કેશોદ શહેરમાં શરૂઆતમાં કોરોના પોઝીટીવ કેસ બે ત્રણ આવતાં હતાં જે વધીને દશ પંદર સુધી પહોંચી ગયો છે ત્યારે આવનારાં દિવસોમાં તહેવારો ઉજવાય એવું લાગતું નથી. કેશોદ શહેરમાં વહીવટીતંત્ર દ્વારા શરૂઆતમાં જે પગલાં ભરવામાં આવતાં હતાં એ બંધ કરી લોકોને ઈશ્વર ભરોસે છોડી દેવામાં આવ્યાં છે. કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ મૃત્યુદર વધી રહ્યાં છે પરંતુ જવાબદાર તંત્ર નાં પેટનું પાણી હાલતું નથી. સતાધારી પક્ષના કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ દ્વારા કોરોના મહામારી કાબુમાં લેવા માટે કરેલી લેખિત રજૂઆત ને ધ્યાનમાં લઈને પગલાં ભરવામાં આવશે કે ફાઈલે કરવામાં આવશે એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.