રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ખાતે આવેલ રામ સેવા આશ્રમ ખાતે આજરોજ આપણા દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નજુ પુરા આશ્રમ ખાતે જેમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા આશ્રમ ના મંહત બટુક મોરારી બાપુ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોતરકા બ્રહ્મચર્યા આશ્રમ ના મંહત નિજાનંદ બાપુ હાજર રહયા હતા.આ કાર્યક્રમ ગરીબોને રેશન કિટ આપી ને અને વૃક્ષારોપણ કરી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આશ્રમના સેવકો પણ હાજર રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી વૃક્ષો વાવી અને ગરીબોને રાશન કીટ આપી સંતો-મહંતોએ પણ આપણા દેશના અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવ્યો હતો અને હજુ આ દેશને વધુ પ્રગતિ તરફ લઈ જાય અને આ દેશનો વિકાસ કરતા રહે એવા આશીર્વાદ પણ આપ્યા હતા.