જૂનાગઢ: માંગરોળ તાલુકાના ઘેડ પંથકના લોકો થયા બે હાલ તો લોકોની સાથે સાથે પશુઓની હાલતપણ થઇ રહી છે કફોડી..

Junagadh Latest
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જૂનાગઢ માંગરોળ તાલુકાના ઘેડ પંથકના સાંઢા સરમા સામરડા ફુલરામા લાંગડ બગસરાઘેડ સહીતના અનેક ગામો માં વરસાદિ તારાજી સર્જાઇ છે અને ઘેડ પંથકને તારાજ કરીનાખ્યું છે. ફુલરામા ઓસા સહીતના ગામોમાં તો લોકોના ઘરોમાંપણ પાણી ઘુસી જતાં ઘરવખરીનેપણ ભારે નુકશાન પહોચ્યું છે જયારે ઘેડ પંથક સાત સાત વખત સંપર્ક વિહોણું થયું છે અને હાલતો ઘેડ પંથકના જાહેર માર્ગો ઉપર ચાર ચાર ફુટ પાણી હોવાથી ઘેડના ગામોમાં જવાના રસ્તાઓ બંધ થય ચુકયા છે

જયારે ઘેડ પંથકમાં છેલ્લા દોઢેક માસથી પાણી નહી ઓસરતાં પશુઓને ઘાંસ ચારાનોપણ અભાવ જોવા મળી રહયો છૈ અને પશુઓની હાલતપણ કફોડી બની ચુકી છે આવો સાંભળીએ આ ઘેડ પંથકના ખેડુતોની વેદના

જયારે ખાસતો જુનાગઢના ઉપરવાસમાં વરસાદ થતાં ઓજત બે ડેમના દરવાજા ખોલતાં માંગરોળનું ઘેડ પંથક તારાજ થયું છે તો ખેડુતોએ આક્ષેપ કરીયો છે આ આ ડેમના બારા ખોલવામાં આવે તેની અમોને જાણ કરવામાં આવતી નથી.તો બીજીતરફ અહી કોઇ સારી મેડીકલ સુવીધાપણ ઉપ્લબ્ધ ન હોવાથી પુરની પરિસ્થીતિમાં બીમાર લોકો અતિ ભંયકર સ્થીતિમાં પડીજાઇ છે જયારે ખેડુતોનીજો વાત કરવામાં આવે તો સરકારી સહાઇ થી ખેડુતો ખુશ નથી પરંતુ આ પાણી નીકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડુતો માંગ કરી રહયા છે કારણ કે ખેડુતોને માત્ર પાક સહાઇ મળે પરંતુ લોકોની ઘરવખરી તણાઇજાઇ તેનું શું ? આવા અનેક સવાલો ખેડુતો કરી રહયા છે.જયારે ઘેડના ખેડુતોને પડયા ઉપર પાટુજેવી પરિસ્થીતિ તો ભાથરોટ પાસે આવેલ અમીપુર ડેમ ની છે કારણ કે ત્યાંના બારા ખોલવામાં આવે તોજ પાણીનો નિકાલ થાઇ પરંતુ આ બારા જામ હોવાથી ખુલતા નહી હોવાનું ખેડુતો જણાવી રહયા છે તો જો આ બારા ખુલતા ન હોઇ તો સરકાર આને કેમ મરામત નથી કરાવતી ? અને કરાવતી હોઇ તો કેમ આમ માત્ર કાગળ ઉપરજ મરામત થાયરહીછે કે કેમ તેવા આક્ષેપોપણ કરાઇ રહયા છે.હાલતો ઘેડ પંથક દરીયાની માફક દેખાઇ રહયું છે અને આવનારા સમયમાં સરકાર ઘેડ પંથકમાંથી પાણીનો નિકાલ કરવા કેનાલો નદિની સાસુફાઇ કરશે કે કેમ ઉંડાઇ વધારશે કે કેમ તેતો જોવાનું જ રહયું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *