જૂનાગઢ: માંગરોળ શેપા ગામના લોકો દ્વારા ગામમાં જ જ્યોતિગ્રામ વીજળી નિયમિત શરુ કરવા કર્યો હોબાળો : પી.જી.વી.સી.એલ તેમજ મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર..

Junagadh Latest
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેપા ગામના રેહવાસીઓ દ્વારા વીજળીને વિવિધ સમસ્યાને લઇ ગામમાં હોબાળો કરવામાં આવ્યો હતો. તેમજ જ્યોતીગ્રામ લાઈન બુધેચાથી ફાળવવા માગણી કરી હતી. શેપા ગામમાં જ્યોતિગ્રામ માં હોવા છતાં પણ ગામા ફક્ત ૮ કલાક જ વીજ પુરવઠો મળે છે તેમજ પીજીવીસીએલમાં કોલ કરવામાં આવે તો ફોન બંધ આવે અથવા કોઈ ના ઉપાડે તેવી ફરિયાદો પણ કરી હતી. હાલમાં કોરોના મહામારીમાં લોકો ઘરે જ રેહતા હોય મચ્છરો વગેરે થી ત્રાસી ગયા છે જેને લઈ મહિલાઓ પી.જી.વી.સી.એલ ના મીટરો કાઢી જાવા ની પણ માંગ કરી હતી. તયારે ગ્રામજનો દ્વારા ગામમાં હોબાળો કરી એકઢા થઈ માંગરોળ પીજીવીસીએલ કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ અગાવ પણ ઘણી માંગણીઓ હોવાછતાં કામગીરી ન થતી હોવાથી ગ્રામ જનો દ્વારા રોષપૂર્વક આવેદનપત્ર પણ પાઠવ્યું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *