રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આગામી ૧૭મી સપ્ટેમ્બર ના રોજ જન્મદિન છે જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ૧૪ -૨૦ સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહ ના કાર્યક્રમો યોજાનાર છે તે અંતર્ગત આજરોજ ડભોઇ- દર્ભાવતિ નગરીના સરદાર ચોક ખાતે ડભોઇ નગર ભાજપા દ્વારા આત્મનિર્ભર ભારત અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ના ઉપયોગ બાબતે નગરજનોમાં જાગૃતિ આવે અને દર્ભાવતિ નગર પ્લાસ્ટિક મુક્ત બને તે માટે સંકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હાજર ભાજપના અગ્રણીઓ અને નગરજનોએ સંકલ્પ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો .ડભોઇ નગર ભાજપ દ્વારા આગામી દિવસોમાં સ્વચ્છતા અભિયાન અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવનાર છે આ સંકલ્પ કાર્યક્રમમાં શહેર પ્રમુખ ડો. સંદીપ શાહ, મહામંત્રી બિરેન શાહ, યુવા મોરચાના અલ્પેશ શાહ ભાજપ અગ્રણીઓ અશ્વિનભાઈ વકીલ ,ડો. બી.જે બ્રહ્મભટ્ટ ,ડો. મહેન્દ્રભાઈ પટેલ, વિનોદભાઈ સોલંકી ,અમીત ભાઇ સોલંકી, વિશાલ શાહ અને અગ્રણી અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.