નર્મદા જિલ્લા મંડપ હાયર્સ એસોસિએશને સરકાર પાસે વિવિધ માંગો સાથેનું કલેક્ટરને આવેદન આપ્યું.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

અનલોક-૪ માં ફરાસખાના મંડપની ધંધો બંધ હોવાથી સરકારને ઈન્કમટેક્ષ,જી.એસ.ટી જેવી આવક ગુમાવવી પડે છે.કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે અનલોક-૪ જાહેર કર્યું છે.જેમાં ફરાસખાના મંડપના વ્યવસાયને છૂટ ન આપતા આ ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જેમાં નર્મદા જિલ્લા મંડપ હાયર્સ એસોસિએશને સરકાર પાસે પોતાની વિવિધ માંગો મૂકી ફરાસખાના મંડપ સર્વિસ વ્યવસાયને છૂટ આપવા રજુઆત કરી છે. સરકાર જો છૂટ આપશે તો અમે સરકારના તમામ નિયમોનું પાલન કરીશું એવી પણ ફરાસખાના મંડપ ના ધંધા સાથે સંકળાયેલા વેપારી ઓએ બાંહેધરી આપી છે. નર્મદા જિલ્લા કલેકટરને આપેલા આવેદનમાં એમણે જણાવ્યું છે કે અનલોક-૪ માં સરકારે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સામાજીક કે અન્ય જાહેર કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ મૂક્યો છે.જેથી ફરાસખાના મંડપ સર્વિસ ધંધા સાથે સંકળાયેલા લોકો કપરી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યા છે. સાથે સાથે કારીગરોને,મજૂરોને પગાર,પાર્ટી પ્લોટનું ભાડુ,વીજ કંપની નું લાઈટ બિલ,ધંધો ચલાવવા માટે લીધેલી લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડી રહી છે. જેથી આગામી સમયમાં આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ભારે ખોટનો સામનો કરવો પડશે હાલ શુભ પ્રસંગો બંધ છે જેથી બજારમાં ઘરાકી પણ ન હોવાને કારણે સરકારને ઈન્કમટેક્ષ,જી.એસ.ટી જેવી આવક ગુમાવવા નો વારો આવ્યો છે.અને ફરાસખાના મંડપ સર્વિસને લીધે અનેક લોકોને રોજી રોટી મળે છે. ખાસ તો જ્યાં સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થતું નથી મ એવા વ્યવસાયને સરકારે છૂટ આપી છે તો અમારા મંડપ ના વ્યવસાયને પણ સંપર્ણ છટ આપો તેવી અમારી માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *