રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
અન્નપૂર્ણા મંડળે રાજપીપળા શહેર ના ૧૨ મધ્યમ વર્ગના એચ.આઈ.વી પીડિતોને અનાજ,ટુવાલ,માસ્ક,સેનેટાઈજર,ચપ્પલ, પેન્ટ શર્ટ પીસ સહિતની વસ્તુઓ આપી તેમની ગુપ્તતા જળવાય તેનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું.
નર્મદા જિલ્લામાં ૩૫૦ થી વધુ એચ.આઈ.વી.પીડિતો છે જેમાં અમુક ની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા સંજોગો માં જીવન જીવવું મુશ્કેલ બનતું હોય છે તેથી કેટલાક સેવાભાવી લોકો તેમની પડખે ઉભા રહી મદદરૂપ બનતા હોય છે જેમાં હાલ રાજપીપળા ના અન્નપૂર્ણા મંડળ ના હોદ્દેદારો એ પણ નર્મદા જિલ્લાના એચ.આઈ.વી.પીડિતો પૈકી અમુક આર્થિક રીતે નબળા હોય તેવા ૧૨ ને મદદરૂપ થવા એક કીટ બનાવી વિતરણ કરી હતી.જેમાં મંડળના કલ્પેશભાઈ મહાજન સહિતના સેવા ભાવી સભ્યો એ જિલ્લા ના ૧૨ એચ.આઈ.વી પીડિતો માટે તૈયાર કરેલી આ કીટમાં અનાજ,ટુવાલ, માસ્ક,સેનેટાઈજર,ચપ્પલ,પેન્ટ-શર્ટ પીસ સહિતની વસ્તુ ઓ આપી તેમની ગુપ્તતા જળવાય તેનું પણ ખાસ ધ્યાન રાખાય તે માટે જિલ્લામાં જાહેર થયેલા એક દર્દી મારફતે આ કીટ નું વિતરણ કરાવી આ સેવાકાર્ય કર્યું હતું.