રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા
ભારતના યશસ્વી વિશ્વ નેતા અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના ૭૦માં જન્મદિવસ પ્રસંગે ‘સેવા સપ્તાહ’ (૧૪ થી ૨૦સપ્ટેમ્બર) દરમ્યાન સિંગલ યુઝ પ્લાસ્ટિંગથી મુક્તિના સંકલ્પને જન જન સુધી પહોંચાડીએ અને૨૦૨૨ સુધીમાં ભારતને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પ કરવામાં આવ્યો,તથા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભારત ના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ પણ આયોજન રાખવામાં આવશે એવું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. આગામી કાર્યક્રમો ને ધ્યાનમાં લઈ ને આ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તાલુકા પંચાયત ના આંગણમાં તાલુકા સંગઠન ભાજપ તથા યુવા મોરચા દ્વારા વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં ઠાસરા તાલુકા પંચાયત ના પ્રમુખ, ઠાસરા તાલુકા ઉપ પ્રમુખ એલ.જેડ.પરમાર.પુર્વ પ્રમખ કંચનસિંહ,મહામંત્રી માધવસિંહ તથા યુવા મોરચા પ્રમુખ ભૂપતસિંહ ડાભી.મહામંત્રી કલ્પેશસિંહ પરમાર તથા કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા.