ખેડા: ઠાસરા તાલુકાના રસુલપુર ગામ ની શેઢી નદી ના વિસ્તારમાં મગર દેખાતા ગ્રામજનોમાં ફડફડાટ..

Kheda Latest
રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા

આજ રોજ ઠાસરા તાલુકા ના રસુલપુર ગામ પાસે થી વહેતી શેઢીનદીમાં આશરે સાડા ચારફુટ નો મગર નદી માંથી ગામમાં આવી ચડેલ હોય રસુલપુર ગામ ના ગ્રામજનો દ્વારા ડાકોર ના સ્વયંમસેવક મિત્રો દ્વારા ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટ ને જાણ કરી આર.એફ.ઓ. કે.એમ.ભોઈના માર્ગદર્શન હેઠળ ગણતરી ની મિનિટો માંજ ઘટના સ્થળે સાધનો થી સજ્જ થઈ પોહચ્યાં બાદ પ્રાથમિક તાપસ બાદ જાણવા મળતા મગર સતત 3 કલાક થી ગામની બહાર શેઢી નદી ના પટ વિસ્તારમાં આવી ગયેલો હોવાથી રસુલપુર ગામના સરપંચ દ્વારા મગર ને પકડી મગર ને સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવા વિનંતી કરવામાં આવતા સંસ્થા ના સ્વયમસેવક મિત્રો તથા ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટ એ સમય ન બગડતા મગરને પકડી લગભગ ૪૫ મિનિટ માં ઓપરેશન પૂર્ણ કર્યું હતું. મગરને દોરડા ના ગાડીયા ની મદદ થી સહીસલામત થી પાંજરામાં પુરવામાં આવ્યો હતો.મગર ૪ ફૂટ ૮ ઈંચ નો હતો.અંદાજિત ૩૦ કિલો વજન હતું.સંસ્થાના પ્રમુખશ્રી રાહુલ સોલંકી ના જણાવ્યા અનુસાર આ રેસ્ક્યુ ઓપરેશન માં શિવમ જોશી.મયંક ગોસ્વામી, તીર્થ પંડ્યા,તથા કાન વિભાગના અનિલભાઈ પટેલ .સ્ટાફ ની કામગીરી મુખ્ય રહી હતી. મગર વરસાદી મોસમ ના કારણે શેઢીનદી આવી ચડ્યો હતો ત્યાર બાદ ગામ માં ની બહાર આવી ચડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *