રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
અમરેલીનાં હંગામી બસ સ્ટેશનમાં છવાયેલા રબડી રાજને હટાવવા માટી પાથરવામાં આવતાં વધુ કાદવ-કિચડનું સામ્રાજય છવાતા મુસાફરોનાં ચંપલ કીચડમાંફસાતા ઉઘાડાપગે બહારગામ જવાનો વખત આવતા મુસાફરો મુશ્કેલીમાં સપડાયેલ છે. પ્રાપ્ત વિગત મુજબ અમરેલી શહેરનાં સેન્ટ્રલ બસ સ્ટેશનનું કામ ગોકળગતિએ ચાલી રહેલ છે. મુસાફરોની મુસાફરીની સુવિધા અર્થે નવા બસ સ્ટેશનની બાજુમાં જ હંગામી બસ સ્ટેશન બનાવવામાં આવેલ છે. હંગામી બસ સ્ટેશનમાં ચોમાસાનાં ચારેય માસ કાદવ-કીચડનું સામ્રાજય છવાયેલ રહેવાની મુસાફરોમાં ફરિયાદ ઉઠેલ છે. ચોમાસુ શરૂ થયું ત્યારથીછવાયેલરબડીરાજથી મુસાફરો ત્રાહીમામ પોકારી ઉઠેલ છે.હંગામી બસસ્ટેશનમાં મુસાફરોને પ્રવેશ કરવો જ મુશ્કેલ છે.મહેમાન ગતિ કે પ્રસંગોમાં જતાં મુસાફરો બસ સ્ટેશનમાં પ્રવેશતા જ કપડા કાદવ-કીચડ ઉડવાથી ખરાબ થઈ જતાં કફોડી હાલતમાં મુકાઈ જાય છે. ખેતરોમાં છવાતા ગારા જેવી હાલત અમરેલીનાં હંગામી બસ સ્ટેશનની સર્જાયેલ છે. રબડી રાજમાં હાલ માટી પાથરવામાં આવતાં વધુ કાદવ- કીચડનું સામ્રાજય છવાયેલ છે. આવા કાદવ-કીચડનાં સામ્રાજયમાં મુસાફરોનાં ચંપલ પણ ફસાઈ જાય છે અને મુસાફરોને ઉઘાડાપગે મુસાફરી કરવા મજબુર બનેલા છે. શિયાળા- ઉનાળમાં ધુળનું સામ્રાજય અને ચોમાસામાંરબડીરાજનાંસામ્રાજય વચ્ચે મુસાફરો ત્રાહીમામ પોકારી ઉઠેલ છે.મુસાફરોને કાદવ-કીચડથી બચાવવા જવાબદાર અધિકારી ઘ્વારા પગલા ભરવા જરૂરી બનેલ છે.