રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
આહીર અર્જુનભાઈ આંબલીયા ના નેતૃત્વ માં ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન અંતર્ગત વિવિધ મુદ્દાઓ સાથે સમગ્ર ગુજરાતમાં જીલ્લા લેવલે કલેકટરઓને તથા મામલતદારઓને આવેદનપત્ર પત્ર આપી વહેલી તકે ગૌમાતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવામાં આવે.સમગ્ર ભારતમાં સંપૂર્ણ ગૌહત્યા બંધ કરવામા આવે.સમગ્ર ભારતમાં ગૌમાતા ની વસ્તી ગણતરી કરવામાં આવે તથા ગૌચર જમીન પર ના ગેરકાનૂની દબાણો દૂર કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી.. જેમાં કેશોદ તાલુકા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આ આ તકે જયેશભાઇ હડિયા નરેન્દ્રભાઈ ચુડાસમા-ગૌ રક્ષક પ્રતાપભાઈ-ગૌ રક્ષક રાજુભાઈ બોદર જયેશભાઇ સોલંકી નીતિનભાઈ હડિયા સહીત કેશોદ તાલુકાના ગૌરક્ષકો આગેવાનો હાજર રહ્યા હતા.