એક જ લેખકના ત્રણ ભાષામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ૨૯ પુસ્તકો દ્વારા દેશ-દુનિયામાં અનોખો રેકોર્ડ..

Latest
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

દેશ-વિદેશમાં જુદા જુદા લેખકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક-એક મળીને સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે, પરંતુ એક જ લેખકે ત્રણ ભાષામાં મોદી વિશે 29 પુસ્તકો લખ્યા હોવાનો વિક્રમ. જાણીતા ગુજરાતી પત્રકાર અને સાહિત્યકાર દિનેશ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ગુજરાતીમાં ૨૨, હિન્દીમાં ૪ અને અંગ્રેજીમાં ૩ પુસ્તકો મળીને ૨૯ પુસ્તકોનું સર્જન કર્યું છે. જે સને ૨૦૧૧ થી સને ૨૦૨૦ સુધીના ૯ વર્ષમાં પ્રગટ થયા છે.

દેશ-વિદેશના જાણીતા પત્રકાર-લેખકોએ નરેન્દ્ર મોદી વિશે અંગ્રેજીમાં એક-એક પુસ્તક લખ્યું છે, જેના અનુવાદ પણ પ્રગટ થયા છે, પરંતુ લેખક દિનેશ દેસાઈના નરેન્દ્ર મોદી વિષયક ત્રણ ભાષામાં જુદી જુદી થીમ-બેઝ કુલ ૨૯ પુસ્તકો છે, જે એક અનોખો વિક્રમ છે. મહત્વનું છે કે નરેન્દ્ર મોદી વિષયક જુદા જુદા મહાનુભાવોના કથન અંગેના સંપાદનનું દિનેશ દેસાઈ કૃત પુસ્તક “અમારી નજરે નરેન્દ્રભાઈ” પુસ્તક (સને ૨૦૧૪) સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદી વિશેના પુસ્તકોમાં સૌથી વધુ કિંમતનું પુસ્તક બન્યું છે. જેની કિંમત રૂપિયા ૨૯૦૦ છે.

લેખક દિનેશ દેસાઈના 29 પુસ્તકોમાં જુદી જુદી થીમ હાઈલાઈટ થાય છે. જેમાં નરેન્દ્ર મોદીની જીવનકથાના પ્રસંગો, ગુજરાત રાજ્ય એક બ્રાન્ડ તરીકે, ગુજરાત મૉડલ વિશે, કિશોર-તરુણો યાને ટીનેજર્સ્ માટે નરેન્દ્ર મોદીના વિચારો, નરેન્દ્ર મોદીના બિનરાજકીય સુવાક્યો (ક્વૉટ્સ), નરેન્દ્ર મોદીની રાજકીય બાબતો તથા વિચારધારા વિશેના પુસ્તકોનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં એક જ લેખકે ત્રણ ભાષામાં સૌથી વધુ 29 પુસ્તક નરેન્દ્ર મોદી વિષયક લખ્યા હોય તેવા દિનેશ દેસાઈ એક જ લેખક છે. આગવો વિક્રમ એટલા માટે કે દેશ-વિદેશના જાણીતા પત્રકાર-લેખકોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પુસ્તક લખ્યાં છે.

જેમાં એક લેખકે એક અથવા બે-પાંચ પુસ્તક લખ્યા હોય પણ ગુજરાતના લેખક તરીકે ગૌરવરુપ બાબત એ છે કે લેખક દિનેશ દેસાઈના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ત્રણ ભાષામાં ૨૯ પુસ્તકો છે. આ સાથે લેખક દિનેશ દેસાઈના કુલ ૮૦ પુસ્તકો છે. તેમનું પહેલું પુસ્તક સને ૧૯૮૮ માં પ્રગટ થયું હતું. દેશ-વિદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચર્ચામાં રહ્યા છે, ત્યારે તેમના વિશે જાણવામાં પણ દુનિયાભરના લોકોની ઉસ્તુકતા વધતી જ રહી છે. સને ૨૦૧૧ માં દિનેશ દેસાઈનું નરેન્દ્ર મોદી વિષયક પ્રથમ પુસ્તક “આપણા સૌના નરેન્દ્રભાઈ” પ્રગટ થયું. જેનો તેઓએ હિન્દી અનુવાદ કર્યો તે “હમારે નરેન્દ્રભાઈ” નામે પ્રગટ થયો. એ પછી આ જ પુસ્તક અંગ્રેજીમાં લેખક દિનેશ દેસાઈએ “અવર બિલવ્ડ નરેન્દ્રભાઈ” શીર્ષકથી પ્રગટ થયું. જેને વાચકોનો ભારે આવકાર મળ્યો. આ પૈકી હિન્દી પુસ્તકને “હિન્દી સાહિત્ય અકાદમી” (ગુજરાત)ના અકાદમી પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યું છે.

જાણીતા પત્રકારો સર્વશ્રી (1) એમ.વી. કામથ (ધ મેન ઑફ ધ મૉમેન્ટઃ નરેન્દ્ર મોદી), (2) રાજદીપ સરદેસાઈ (ધ ઈલેક્શન ધેટ ચેન્જ્ડ ઈન્ડિયા), (3) ઉદય માહુરકર (સેન્ટરસ્ટેજઃ ઈનસાઈડ ધ નરેન્દ્ર મોદી). (4) ગીરિશ ડબકે (નરેન્દ્રાયન – સ્ટૉરી ઑફ નરેન્દ્ર મોદી), (5) નિરંજન મુખ્યોપાધ્યાય (નરેન્દ્ર મોદીઃ ધ મેન, ધ ટાઈમ્સ), (6) એન્ડી મરીનો (નરેન્દ્ર મોદીઃ એ પોલિટીકલ બાયોગ્રાફી), (7) લેન્સ પ્રિન્સ (ધ મોદી ઈફેક્ટઃ ઈનસાઈડ નરેન્દ્ર મોદીઝ કેમ્પેઈન ટુ ટ્રાન્સફૉર્મ ઈન્ડિયા), (8) હિમાંશુ શેખર (મેનેજમેન્ટ ગુરુ નરેન્દ્ર મોદી), (9) આઝાદ રાય (ધ લિજેન્ડ ઑફ નરેન્દ્ર મોદીઃ ધ સાગા ઑફ એ સ્ટેટ્સમેન), પદ્મભૂષણથી સન્માનિત લેખક (10) બિન્દેશ્વર પાઠક (નરેન્દ્ર મોદીઃ ધ મેકિંગ ઑફ એ લિજેન્ડ), (11) નિહાલ સિંઘ (ધ મોદી મિથ) અને (12) હરિશચંદ્ર બર્નવાલ (મોદી મંત્ર) સહિત અન્યોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અંગ્રેજીમાં એક-એક પુસ્તક લખ્યું છે. જેના અનુવાદ પણ પ્રગટ થયા છે પણ એક જ લેખકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ત્રણ ભાષામાં 29 પુસ્તકો લખ્યા હોય એ રીતે લેખક દિનેશ દેસાઈએ અનોખો વિક્રમ બનાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *