રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
આ કામની હકીકત એવી છે કે આ કામના ફરિયાદીના ઘરમાં સુખ-શાંતિ રહેતી ન હોય ફરિયાદ તેમજ ફરિયાદીના પત્ની માનસિક બીમાર રહેતા હોય જેથી તેઓ ઘણા સમયથી ટેન્શન માં રહેતા હોય કોઈ પણ મુસીબતમાં હવે તમારે ચિંતા કરવાનું કોઇ કારણ નથી અજાણ્યા ઈસમો કેસરી કલરના ભગવાં કપડાં પહેરીને આવેલ હોય જેમાં એક વ્યક્તિ પોતાનું વઘાસીયા બાપુ નામ ધારણ કરેલ હોય અને પોતે કચ્છ થી આવીને જૂનાગઢ પરિક્રમા જતા હોવાનું જણાવી ફરી ત્યાં તેમના પત્નીના માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ આપી કે બેઠા તારા ઘરમાં ખૂબ શંકટ છે અને તારા પત્ની બીમાર રહે છે. અને તારા ઉપર દેવું વધી ગયું છે તમારી જમીન મામેલુ છે તેવું મને જોવા મળે છે એ બધું સંકટ દૂર કરવા અને કુટુંબમાં સુખ-શાંતિ લાવવા માતાજી ની વિધિ કરવી પડશે આવું કહી ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને વઘાસીયા બાપુએ તેમના જુનાગઢ મુકામે ગુરુદેવ ના મોબાઈલ નંબર વાત કરાવી વિધિ કરવાના બહાને ચોટીલાની જગ્યાએ બોલાવી ગુનાહિત કૃત્ય આચર્યું હોવાનું જયંતીભાઈ માલુમપડેલ જેથી જેન્તીભાઈ એ બગસરા પોલીસ સ્ટેશનમાં રૂપિયા ૨૪ લાખ ૮૦ હજારમાં પોતે છેતરાયેલ છે એવો ભાસ થતાં બગસરા પોલીસ સ્ટેશનમાં આજરોજ ગુનો નોંધી આ કામના ફરિયાદી જેન્તીભાઈ વશરામભાઈ પીપળીયા એ આરોપી તરીકે વઘાસીયા બાપુ તેમજ વઘાસીયા બાપુ ના ગુરુ ત્રણ અજાણ્યા શખ્શો આપ કામમા આરોપી તરીકે જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.