રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
માહિતી ખાતુ ગાંધીનગર દ્રારા સરકારની વિવિધ લોકઉપયોગી યોજનાની પુસ્તિકાઓ તેમજ પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને પુરાતન સ્થળોની માહિતી પ્રસિધ્ધ કરવામાં આવી રહી છે. જિલ્લામાં આવેલી માહિતી કચેરી દ્રારા આ ઉપયોગી પુસ્તિકાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવે છે. ગુજરાતની સ્થાપત્યકલા, ગુજરાતનો લોકકલા વૈભવ, ગુજરાતના લોકોત્સવો અને મેળા, ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકર પ્રબળ પુરુષાર્થ, અનુસુચિત જાતિઓ સર્વાંગી વિકાસ, વંચિતો વિકાસના માર્ગે સહિતના પુસ્તકો પ્રસિધ્ધ થયેલ છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશે આ પુસ્તકોનું રસપુર્વક વાંચન કર્યું હતું. લોકો માટે આ પુસ્તકો ખુબ ઉપયોગી થાય છે. તેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી પુરી પાડવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લા માહિતી કચેરીને છેવાડાના માનવી સુધી આ પુસ્તિકાઓ પહોંચાડવા બદલ કલેકટરએ અભિનંદન પાઠવ્યા હતા.
