રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ દ્રારા ગીર સોમનાથ જિલ્લાની નોધ લીધી
કલેકટર અજયપ્રકાશને ઓનલાઈન પ્રમાણપત્ર અર્પણ કરી બહુમાન કરાયું
સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીથી પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણે હજારો લોકોની જીંદગીની ભોગ લીધો છે. દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકારએ અનેકવિધ પ્રયાસો કર્યો છે. આ જીવલેણ મહામારીથી બચવા માટે લોકોને સાવચેત રહેવા અને સરકાર દ્રારા મળતી સુચનાનું પાલન કરવા જણાવાયું છે.
ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ના સમયગાળામાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને વહીવટીતંત્રએ નોંધપાત્ર કામગીરી કરી હતી. આરોગ્ય શાખાએ લોકોના આરોગ્યની ચિંતા કરી શંકાસ્પદ દર્દીઓની સારવાર, કોરોનાનું સંક્રમણ અટકાવવાની કામગીરી તેમજ પોલીસ વિભાગે લોકડાઉનમાં અસરકારક કામગીરી કરી હતી. વહિવટીતંત્ર અને સામાજીક સંસ્થાઓના સહયોગથી લોકડાઉનમાં જરૂરીયાતમંદોને ભોજન વિતરણ, નાસ્તો, માસ્ક અને ફુટ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લા માંથી સામાજીક સંસ્થાઓ, સામાજીક અગ્રણીઓ દ્રારા પી.એમ. અને સી.એમ.કેરમાં આર્થિક અનુદાન આપવામાં આવ્યું હતું.
જિલ્લા વહીવટીતંત્રના સહયોગની કોરોના કાળમાં સારી કામગીરી કરવામાં આવતા લંડનમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ દ્રારા નોંધ લેવાની સાથે કામગીરીને બિરદાવામાં આવી હતી. જેથી કલેકટરને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનના સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ ઝોનના પ્રમુખ શૌલેષભાઈ બારડ અને તેમની ટીમ દ્રારા ઓનલાઈન પ્રમાણપત્ર આપી બહુમાન કર્યું હતું.