જૂનાગઢ: કેશોદના અખોદર ગામે છકડો રીક્ષા પુલ પરથી નીચે ખાબકી સદનસીબે બે લોકોનો આબાદ બચાવ થયો.

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કેશોદ તાલુકાના અખોદર ગામે ચોમાસાની શરૂઆતથી જ વરસાદી પાણીની સમસ્યાનો ગ્રામજનો સામનો કરી રહ્યાછે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમોના પાણી છોડવામાં આવતાં અખોદર ગામે અવારનવાર પાણી આવતા ચોમાસાની શરૂઆતથી જ ગામ નજીક આવેલ પુલ ઉપરથી પાણી બંધ થયેલ નથી અને પુલ પણ નબળું હોવાથી વાહન પસાર કરવા કે પગપાળા પસાર થવું મુશ્કેલ બનેછે તો વધુ પાણી પુલ પરથી જતું હોય ત્યારે વાહનવ્યવહાર ખોરવાય છે સાથે પગપાળા પણ પસાર થઈ શકાતું નથી છતાં પણ તંત્ર દ્વારા ચેતવણી દર્શક બોર્ડ પણ લગાવવામાં નથી આવેલ અને ઘણાં સમયથી પુલ નબળુ હોવા છતાં રીપેરીંગ કરવામાં નથી આવતું ત્યારે પુલ પરથી જીવના જોખમે વાહનચાલકો વાહન પસાર કરી રહયાછે તો કોઈ રાહદારીઓ પગપાળા પસાર થઇ રહયાછે ત્યારે આજે બનેલ ઘટનામાં દુધ પરીવહન કરવા જતી રીક્ષા પુલ ઉપરથી નીચે ખાબકી હતી જેમાં રીક્ષા ચાલક તથા અન્ય એક વ્યક્તિને ગ્રામજનો દ્વારા પાણીમાંથી બહાર કાઢતા બન્નેનો આબાદ બચાવ કરવામાં સફળતા મળી હતી બાદમાં મહા મહેનતે રીક્ષા પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી દર વર્ષે આવી પરિસ્થિતિમાં વાહન ચાલકો જીવના જોખમે વાહન પસાર કરી રહયાછે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ચેતવણી દર્શક બોર્ડ લગાવવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *