વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી મંગળ બજારના વેપારી મોહમ્મદ સલીમ ટાયરવાલા(ઉ.65)નું મોત થયું છે. આજે બપોરે વડોદરામાં કોરોના વાઈરસથી 54 વર્ષીય આધેડનું મોત થયું છે. આ પહેલા સવારે બે વૃદ્ધ મહિલાઓના મોત થયા હતા. આ સાથે વડોદરામાં આજે એક જ દિવસમાં કોરોના વાઈરસથી સૌથી વધુ 4 લોકોના મોત થયા છે. વડોદરામાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે. વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારની સોડા ફેક્ટરી પાસે રહેતા 54 વર્ષીય ફિરોઝખાન પઠાણનો કોરોના વાઈરસનો રિપોર્ટ બે દિવસ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ગોત્રી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે આજે સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયું છે.
વડોદરા શહેરમાં કોરોના વાઈરસના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં 7 પત્રકારો સહિત કોરોના વાઈરસ વધુ 22 પોઝિટિવ કેસ નોધાયા છે. 7 પત્રકારો પૈકી 3 પત્રકારો દિલ્હીના હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના 279 પોઝિટિવ કેસ નોંધાયા છે. વાઘોડિયા રોડ પર પ્રથમ કેસ નોંધાયો છે. વડોદરા શહેરમાં રોજેરોજ નવા કેસો આવી રહ્યા છે. જેથી કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઈરસની ચપેટમાં રોજ નવા વિસ્તારો પણ ઉમેરાઇ રહ્યા છે. જે તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.
આજે નાગરવાડા, કારેલીબાગ, વાઘોડિયા રોડ, વાસણા રોડ, રાવપુરા ડબી ફળીયા વાડી, કમલાનગર, મોગલવાડા મરાઠી મોહલ્લા નવાબજાર, ગુલશન એપાર્ટમેન્ટ યાકુતપુરા વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા છે.