રિપોર્ટર: પ્રતાપ વાળા,ધારી
રક્તદાન કેમ્પ ધારી તાલુકાના સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ અને અન્ય સમાજના સહયોગથી અમરેલી સિવિલ હોસ્પિટલના લાભાર્થે કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ૫૧ બોટલ રક્ત એકત્ર કરવામાં આવેલ છે આ કેમ્પમાં બજરંગગ્રુપ ની સાથે પ્રજાપતિ સમાજના મહેન્દ્ર ગોંડલીયા વિનોદ સરવૈયા ગિરનારી એજ્યુકેશન ટ્રસ્ટ ના હરેશભાઇ રાણાવાડિયા મહેશભાઈ બજાણીયા રમેશભાઈ ડુંગરિયા બ્રમ્હ સમાજ ના ધર્મેન્દ્રભાઈ લહેરું મહેશભાઈ રાવળ પાટીદાર સમાજ ના વિનોદ ચોડવડીયા દુર્ગેશ ઠોલરિયા દિનેશભાઇ લુણાગરિયા સોની સમાજ ના શરદભાઈ ધકાણ મહેશભાઈ ધકાણ સિંધી સમાજ ના પિન્ટુભાઈ વાઘવાની રમેશ સોઢા વિનુભાઈ કારિયા ભરવાડ સમાજના કાનાભાઈ રાઠોડ વાંઝા સમાજ ના જયેશભાઈ નાંઢા હાજર રહેલ અને બજરંગ ગ્રુપ ના પરેશ પટ્ટણી ભરત મકવાણા મયુરભાઈ જોશી ગોપાલ પરમાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ ધારી અને આજુબાજુના વિસ્તારોમાં જ્યારે પણ રક્તની જરૂરિયાત પડે ત્યારે બજરંગ ગ્રુપ નો સંપર્ક કરવો એમ બજરંગ ગ્રુપ ની યાદી જણાવે છે.