રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
સી.ડી.પી.ઓ પાયલ બેન જોષી ના માર્ગદર્શન હેઠળ સિધ્ધપુર તાલુકાની ૨૦૦ આંગણવાડીમાં વાનગી નિદર્શન યોજાઈ.
રવિવાર ના રોજ સિધ્ધપુર શહેરના પસવાદળ ની પોળ વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્ર સહિત સિધ્ધપુર તાલુકાની અંદાજીત ૨૦૦ જેટલી આંગણવાડી કેન્દ્ર માં સપ્ટેમ્બર પોષણ માસ ૨૦૨૦ પ્રિમિક્સમાંથી બનાવેલ વિવિધ વાનગી નિદર્શન યોજવામાં આવી. આંગણવાડી કેન્દ્રોની બહેનોએ સમૂહમાં પ્રિમિક્સ , બાલશક્તિ , માતૃશક્તિ , પૂર્ણશક્તિમાં બનતી વિવિધ વાનગી બનાવી તેનું નિદર્શન કરવામાં આવ્યું. સ્વચ્છતા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને રસોઈ બનાવતા પહેલા સાબુ થી બહેનો એ હાથ ધોઈ અને ત્યારબાદ રસોઈ બનાવી હતી અને પોષક તત્વોની જાળવણી થાય તે રીતે વાનગી બનાવી હતી. વૈશ્વિક કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વાનગી બનાવતી વખતે બહેનો એ માસ્ક પહેરી તથા સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખીને વાનગીઓ બનાવી હતી.