રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી
લાખણી તાલુકા ભાકડીયાલ ગામમાં તલ નું વાવેતર કરતા ખેડૂતને મોટું નુક્સાન ગયું,લાંબા સમય સુધી વરસાદ ચાલુ રહેતા અંદાજે બે હેકટર માં ઉભેલો તલનો પાક નિષ્ફળ થઈ જતાં ખેડૂત આર્થિક રીતે પાયમાલ બની ગયો છે
લાખણી તાલુકા સહિત જિલ્લા માં લાંબા સમય સુધી વરસાદ વરસતા ખેડૂતો વર્ગમાં મોટું નુકસાન ગયું છે જેનો જીવતો જાગતો પુરાવો લાખણી તાલુકાના ભાકડીયાલ ગામે જોવા મળ્યો છે ભાકડીયાલ ગામ ના પરબતભાઇ ઠાકોર ના ખેતરમાં તલ નું વાવેતર કર્યું હતું પરંતુ સતત વરસાદ ચાલુ રહેતા પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે. જેને લઇ ખેડૂત આર્થિક રીતે પાયમાલ બની ગયો છે અત્યારે કુદરત સામે લાચાર બનેલો ખેડૂત પરિવાર સરકાર સામે સહાયની માંગ સાથે દિવસો ગુજારી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વરસાદ રૂપી આવેલી આફતમાં આવા તો અનેક પરિવારો આર્થિક રીતે પાયમાલ બની ગયા છે.જેથી સરકાર દ્વારા ખેડૂતોની વેદનાને સમજી યોગ્ય વળતર ચૂકવી ખેડૂતોને આર્થિક મદદ કરવી જોઈએ..