રાજકોટ: ઉપલેટામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોને પગલે શહેરના ભીડ-ભાડ વાળા વિસ્તારોમા તેમજ મુખ્ય માર્ગો પર ઉપલેટા નગર પાલિકા આરોગ્ય શાખા દ્વારા સેનીટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો.

Latest Rajkot
રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા

હાલ જે રીતે કોરોના મહામારી ચાલી રહી છે અને દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે અને આ કોરોના અનેક લોકોનો ભોગ પણ લઇ ચુક્યો છે ત્યારે વાત કરીએ રાજકોટ જીલ્લાના ઉપલેટાની કે જ્યાં શહેર અને ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા હાલ ૫૧૬ છે અને કોરોનાને કારણે અત્યાર સુધી કુલ મૃત્યુ ૨૪ ના થયા છે ત્યારે રાજકોટ કલેકટર દ્વારા ઉપલેટાને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરેલ છે જેના પગલે ઉપલેટા શહેરમાં નગરપાલિકા ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખની સુચનાથી નગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા શહેરના મુખ્યમાર્ગો અને ભીડભાડ વારા વિસ્તારો જેમકે ઉપલેટા શહેરના રાજમાર્ગ, બસ સ્ટેન્ડ, કટલેરી બજાર, જાહેરમાર્ગો, કોમર્શીયલ વિસ્તાર, વીજળી રોડ, શાકમાર્કેટ જેવા વિસ્તારો કે જ્યાં લોકોનું આવન-જાવન વધારે થતું હોઈ તે તમામ વિસ્તારોને સેનીટાઈઝરનો છંટકાવ શરૂ કરવામાં આવેલ છે. સાથે સાથે તંત્ર દ્વારા એવું પણ જણાવાયેલ કે આવનારા દિવસોમાં પણ આ કામગીરી અવિરત ચાલુ રહેશે અને સાથે લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *