રાજપીપલા પાસે ના ગામ માંથી એક પરણિતા નો અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન મા કોલ આવેલ કે તેઓને બાળકોના જન્મ થતા નથી માટે તેમના પતિ અને કાકાસસરા તરફથી હેરાનગતિ કરવામાં આવે છે જેથી મદદ માંગતા રાજપીપલા અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક પહોંચી પતિ ને યોગ્ય માર્ગદર્શન આપી પત્ની ને હેરાન નહીં કરે તેનીખાતરી મેળવી સમાધાન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ પુષ્પાબેન નાલગ્ન રાજેશભાઈ સાથે(નામ બદલેલ છે) સામાજિક રીતે રિવાજ મુજબ બે વર્ષ પહેલા થયા હતા રાજેશભાઈ ને લગ્નપહેલાથી જ જાતીય સમસ્યા હતી જે તેઓ એ છુપાવીને લગ્ન કરેલ જેથી લગ્ન બાદ બંને પતિ પત્ની વચ્ચે જાતીય જીવન સંતોષકારક ના હતું તેઓ તેમના કાકા કાકી સાથે રહેતા હતા જેઓ ને પુષ્પાબેન માતા બંને અને પરિવાર ને વારસદાર આપે તેવું ઇચ્છતા હતા પરંતુ પુષ્પાબેન માતા ના બનતા પરિવાર ના સભ્યો તેમને મહેણાં મારી પરેશાન કરતા હતા આ ઉપરાંત તેમના કાકા આડકતરી રીતે શારીરિક સબન્ધ બાંધવા દબાણ કરતા હતા આવી મુશ્કેલી મા મુકાયેલ પુષ્પાબેન કોઈ નેપોતાની વ્યથા જણાવી સકતા ના હતા કે સહન પણ કરી શકે તેમ ના હતા જેથી તેઓએ પોતાની વ્યથા અભયમ ને જણાવી આ મુશ્કેલી માંથી બહાર કાઢવા વિનતી કરતા અભયમ ટીમે તેમના પતિ નું અસરકારક કાઉન્સિલિંગ કરી યોગ્ય માર્ગદર્શન આપતાં જણાવેલ કે તમારી જાતીય સમસ્યા નો યોગ્ય મેડિકલ ઉપચાર કરી શકો છો તમે સેક્સોલોજિસ્ટ પાસે મેડિકલ ટ્રીટમેન્ટ લઈ સમસ્યાથી મુકત થઈ શકો તેમ છો આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ મા પણ આ માટે મેડિકલ કાઉન્સેલિંગ દ્વારા યોગ્ય માર્ગદર્શન મેળવી શકો છો. આમ તેઓ ને યોગ્ય માહિતી આપવાથી તેઓ પતિ પત્ની મેડિકલ ટ્રીટમેન્ટ લેવા માટે તૈયાર થયાં હતા અને અભયમ ટીમ નો માર્ગદર્શન બદલ આભાર માન્યો હતો. તેમના કાકા સસરા ને પણ કડક શબ્દો મા તેઓ ને હેરાન નહીં કરવા સૂચના આપવામાં આવી હતી.