રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
કોરોના મહામારી વચ્ચે યોજાનાર પાલિકાની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ રાજ્ય ચૂંટણી આયોગ , ગાંધીનગર દ્વારા આગામી નવેમ્બરમાં રાજ્યની નગર પાલિકાઓ , જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્ય યોજાનાર સામાન્ય ચૂંટણીને અનુલક્ષી સિદ્ધપુર શહેર માટે તમામ વોર્ડનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેના આખરી આદેશની અનુસૂચિ -2 માં બીજી સામાન્ય ચૂંટણી -2020 માટે સુધારો કરવા આદેશ કરવામાં આવેલ છે . આમ , કોરોના મહામારી વચ્ચે આડકતરી રીતે નગરપાલિકાની ચુંટણીને લઈ ચહલ – પહલ શરૂ થઈ જવા પામી હોય તેવું લાગી રહ્યું છે . આગામી 2020 ના અંતમાં યોજાનાર ચૂંટણીને ધ્યાને લઇ કરાયેલા આદેશ મુજબ ગુજરાત લોકલ ઓથોરિટીઝ લોઝ ( એમડમેન્ટ ) એક્ટ -2009 થી રાજ્યની તમામ નગરપાલિકામાં 50 ટકા મહિલાઓ માટે અનામત રાખેલ છે.
આ મુજબ જ ગત નવેમ્બર -2015 ની ચૂંટણીમાં સ્ત્રીઓ માટે અનામત બેઠકોની ફાળવણીમાં 1 બેઠક અનુ.આદિ જાતિ સ્ત્રી માટે તથા 2 બેઠક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સ્ત્રી માટે તેમજ 2 બેઠક અનુ . જાતિ સ્ત્રી માટે નક્કી કરેલ છે . સિદ્ધપુર પાલિકાની સને -2011 મુજબ નોંધાયેલી કુલ વસ્તી 57784 છે . જ્યારે કુલ 9 વોર્ડ દીઠ સરેરાશ વસ્તી 6420 છે . સિદ્ધપુર પાલિકાની કુલ 36 બેઠકોમાંથી 50 ટકા મહિલા અનામત મુજબ 18 બેઠકો સ્ત્રીઓ માટે રિઝર્વ છે . વોર્ડ નં . – 8 માં ત્રીજી બેઠક અનુ.જાતિના પુરુષ ઉમેદવાર માટે અનામત રાખેલ છે . એવી જ રીતે વૉર્ડ નં -1 અને વોર્ડ નં -6 માં ત્રીજી બેઠક પછાત વર્ગના પુરુષ ઉમેદવારો માટે અનામત રાખી છે . આમ , 36 બેઠકો વાળી સિદ્ધપુર પાલિકામાં 50 ટકા મહિલા અનામત બેઠકો સાથે કુલ 21 બેઠકો જુદી – જુદી અનામત કક્ષા હેઠળ ફાળવી છે . જ્યારે 15 જેટલી સામાન્ય બેઠકો છે . ગત 2015 ના અંતમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં ભાજપ , કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે તેવી સંભાવના વચ્ચે વિકાસ પેનલ ચૂંટણી મેદાનમાં ઉતરી હતી . ચાલુ સાલે હવે કોના કોના વચ્ચે જંગ ખેલાશે તે જોવાનું રહ્યું.