નર્મદા: રાજપીપળા યુ.કો.બેંકની બાજુમાં જુગાર રમતા ચાર ને રૂ.પ૯૬૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા પોલીસ વડા હિમકરસિંહ ની કડક સૂચના મુજબ જિલ્લામાં દારૂ જુગાર ના વેપલા ને બંધ કરાવવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ રહેતી હોય જેમાં ગતરોજ રાજપીપળા ની યુકો બેન્કની બાજુમાં આવેલ દુકાનના ઓટલા ઉપર જાહેરમાં ગે.કા રીતે આંક ફરકના આંકડા લખી હારજીત નો જુગાર રમતા ચાર જુગારિયા ઓ પૈકી પ્રકાશ ગજાનંદ અધીયારૂ રહે.જુની પોસ્ટ ઓફીસ પાસે,રાજપીપળા સુખાભાઈ નાગજીભાઇ વસાવા રહે.જલારામ સોસાયટી, રાજપીપલા ( ૩ ) શનુભાઈ મયુરભાઇ વસાવા રહે.સજવા તા.નાંદોદ જી.નર્મદા જશુભાઇ પરાગભાઈ પટેલ રહે,બરોડા બેંકની ઉપર બદામ તા.નાંદોદ જી.નર્મદા ને રોકડા રૂ .૩૪૬૦/-તથા મોબાઇલ નંગ -૨ કિ.રૂ.૨૫૦૦ મળી કુલ કિ.રૂ.પ૯૬૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *