રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા
દોડી આવેલ લોકો દ્વારા કારમાંથી ઇજાગ્રસ્તો ને બહાર કાઢયા .
૧૦૮ મારફતે પાંચે ઇજાગ્રસ્તો ને પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા .
અકસ્માત ની જાણ થતાં પોલીસ ધટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કર્યો .
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ હિંમતનગર તરફથી આવતી ફુલફાસ્ટ ફોરચ્યુન કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમવતા કાર રોડ ના વચ્ચે આવેલ ડિવાઇનર ચડી રોડ ની રોંગસાઇડ માં જઇ રોડ ઉપર ત્રણ પલ્ટી ખાઇ જતા કારમાં સવાર પાંચ ને ઇજાઓ પોહચી હતી .
પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ રાંધીયા વડ પાસે હિંમતનગર તરફથી ફુલફાસ્ટ આવતી ફોરચ્યુન કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમવતા કાર નેશનલ હાઈવે આઠ ઉપર આવેલ રોડ વચ્ચે ડીવાઇડર વચ્ચે રહેલ ઝાડ ને પાડી ને રોડ ની રોગસાઇડ માં અમદાવાદ થી હિંમતનગર તરફ જતા રોડ ઉપર ત્રણ પલ્ટી ખાઇ ગઇ હતી તો અકસ્માત તથા આજુબાજુ રહેતા મીઠાભાઇ પટેલ સહિત લોકો દોડી આવ્યા હતાં અને કારમાં સવાર પાંચેય ઇજાગ્રસ્તો ને બહાર કાઢવામાં આવ્યા હતાં તો ઉના ના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું અને ૧૦૮ ને ફોન કરતાં ૧૦૮ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવતા ૧૦૮ મારફતે પહેલા પ્રાંતિજ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં ત્યાર બાદ વધુ સારવાર અર્થે તેવોને હિંમતનગર ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં તો અકસ્માત અર્ગે ની જાણ પ્રાંતિજ પોલીસ ને થતાં પ્રાંતિજ પોલીસ તાત્કાલિક નેશનલ હાઈવે આઠ ઉપર દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો અને આગળ ની કાર્યવાહી હાથધરી હતી.