રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર
બનાસકાંઠા જિલ્લાનો પછાત ગણાતો એવો દાંતા તાલુકો આ દાંતા તાલુકાની સૌથી મોટી હોસ્પિટલ આધ્યા શક્તિ જનરલ હોસ્પિટલ જાણે સોભાના ગાંઠિયા સમાન બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે હોસ્પિટલ એ અનેકવાર ચર્ચામાં રહી છે હોસ્પિટલ વિશે અવારનવાર મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતો હોય છે અને અનેક વાર કોઇ ને કોઇ કારણોને લઇ આ હોસ્પિટલ લોકમુખે ચર્ચા માં રહેતી હોય છે ત્યારે તાજેતરમાં જ એક મેસેજ પણ વાયરલ થયો હતો જેમાં ઉલ્લેખ હતો કે કુતરા કરડવા ની રસી હોસ્પિટલમાં નથી અને દર્દીઓને પાલનપુર રિફીર કરવામાં આવે છે તે વિષયને લઈને અંબાજી હોસ્પિટલના ડોક્ટરે ખુલાસો પણ કર્યો હતો ત્યારબાદ હવે ફરી એકવાર સોશિયલ મીડિયામાં હોસ્પિટલ ચર્ચાસ્પદ બની છે અંબાજી હોસ્પિટલમાં તપાસ બરાબર ન થતી હોવાનું સોશિયલ મીડિયા માં મેસેજ વાયરલ થઇ રહ્યો છે એટલું જ નહીં બીપી ચેક કરવાનું તો સોગંદ આપી હોય જયંતિ રવિએ કે અંબાજી હોસ્પિટલમાં બીપી ચેક નહીં કરવી તેવા પણ મેસેજ સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યા છે એટલું જ નહીં આ હોસ્પિટલના ડોક્ટરો ને રાત્રે દર્દી ચેક કરવાનું ગમતું જ નથી તેવા પર કોમેન્ટ ફેસબુક ઉપર આવી છે અને આ હોસ્પિટલ અનેક વાર ફરી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર લોકોની ચર્ચા વચ્ચે સંકળાયેલી છે અને લોકોની કોમેન્ટ ધૂમ આવી રહી છે અને હાલ સુધીમાં એક પણ અંબાજી હોસ્પિટલના સારા કામો કે પોઝિટિવ કોમેન્ટ નથી આવી અને લોકો પણ એ જે કોમેન્ટ કરી રહ્યા છે તે પોતાના મનની વાતો મૂકતા હોય તેવી લાગી રહ્યું છે જાણે કે આ બધા બનાવો તેમની સાથે ધટેલા હોય તે રીતે આ લોકો અહીં આગળ કોમેન્ટ કરતા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે આ સરકારી હોસ્પિટલમાં સરકાર ની ગાઇડ લાઇનનુ પણ ઉલ્લંઘન થાય છે તેવા પ્રશ્નો હાલ લોકમુખે ચર્ચામાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યા છે.