રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
સિદ્ધપુર શહેર ભાજપ દ્વારા સમગ્ર દેશમાં તા. ૧૭ થી ૨૫ ઓકટોબર ૨૦૨૦ દરમ્યાન સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે તેના માર્ગદર્શન માટે સિદ્ધપુર પી.જે.હાઇસ્કુલ ખાતે એક બેઠક યોજવામાં આવી. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ, આ બેઠકમાં જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ, મંત્રી જશુભાઈ પટેલ, પૂર્વ નપા પ્રમુખ અજીતભાઈ ઠાકર (ગુરૂ) સિ.ન.પ્રમુખ વર્ષાબેન પંડ્યા સિધ્ધપુર શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ આચાર્ય મહામંત્રી વિષ્ણુભાઈ પટેલ , જિલ્લા યુવા મંત્રી પ્રમોદભાઈ પટેલ, રોહિતભાઈ પંચોલી,નપા સ્વચ્છતા કમિટીના ચેરમેન ભગવતીબેન પ્રજાપતિ, નારિભાઈ તેમજ ભરતભાઇ મોદી ઉપસ્થિત રહ્યા હતા.