કોરોના કહેર વચ્ચે ફરજ બજાવતા પોલીસ, ફાયર બ્રિગેડ, ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડના જવાનો તથા કોર્પોરેશનના કર્મચારીઓને તકેદારીના ભાગરૂપે દવા આપવાની શરૂઆત થઈ છે. આવા આશરે બાર હજાર લોકોને હાઈડ્રોકસિકલોરોકવિન પ્રોફીલેકશીશ ટેબલેટ તેમજ હોમિયોપેથીક અને આયુર્વેદિક ઉકાળા પાઉડર આપવામાં આવશે. જે ટેબલેટ આપવાની છે તે સવારે અને સાંજે એક એક અને દર અઠવાડિયે એકવાર, 7 અઠવાડિયા સુધી અપાશે. આ ટેબલેટ વ્યક્તિએ સ્વેચ્છિક લેવાની છે અને દરેકની આરોગ્યની સ્થિતિ જોઈને અપાશે જ્યારે હોમિયોપેથિક ગોળી દરેકને આપવામાં આવશે. હોમિયોપેથિક ગોળી તમામ શહેરીજનોને પણ આપવાનું આયોજન છે. છેલ્લા પાંચ દિવસમાં 2427 વ્યક્તિને ટેબલેટ અપાઈ છે જ્યારે 632 77 વ્યક્તિને હોમીયોપેથી દવા આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ બાદ આયુર્વેદિક ઉકાળાનુ પણ વિતરણ કરવામાં આવશે. હોમિયોપેથીક તમામ શહેરીજનોને આપવાનું કામ એક અઠવાડિયામાં પૂર્ણ કરી દેવામાં આવશે.