બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
આજરોજ ૧૩મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિન નિમિત્તે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ૧૪ ગામના આદિવાસી સમાજના લોકો પોતાની અલગ અલગ માંગો તથા હકો ને લઈ બેનરો તથા સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતર્યા હતા અને આદીવાસી સમાજના વિવિધ હકો વિશે માંગ કરી હતી આ કાર્યક્રમમાં કેવડિયા,કોઠી, નવાગામ, લીમડી, ૧૨ ફડીયા, ગોરા, વસંતપુરા, નાના મોટા પીપળીયા, ઇન્દ્રવર્ણા,વાઘોડિયા,ભુમલીયા, ખડગદા, સૂકા, સાંઢીયા તથા ગભાણા જેવા અનેક ગામોના લોકો જોડાયા હતા.