રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
જમ્બો સંખ્યામાં ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો..
ધોરણ વાઇઝ એક થી ત્રણ નંબર મેળવનાર વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરાયા..
વિવેકાનંદ વિદ્યાલય હળવદ દ્વારા ટીચર કોમ્પીટેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના દ્વારા વિદ્યાર્થી પોતાના ઘેર બેઠા આ સ્પર્ધામાં ભાગ લઈ શકે વિદ્યાર્થી પોતે એક દિવસ શિક્ષક તરીકેનો એક આદર્શ અનુભવ મેળવી શકે અને શિક્ષકની ભૂમિકા કેવી હોય તે વિશે જાતે અનુભવ મેળવે તે માટે ટીચર કોમ્પીટેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે કોરો નો વાયરસ ની મહામારી ના કારણે સ્કૂલમાં ટીચર્સ કોમ્પીટેશન સ્પર્ધા રાખી શકાય તેમ નથી ત્યારે હળવદ મા શ્રી વિવેકાનંદ વિદ્યાલયે ઓનલાઇન ડિજિટલ માધ્યમ દ્વારા ટીચર્સ ડે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી ઘેર બેઠા પોતે એક દિવસ શિક્ષક બનીને તેનો વિડીયો બનાવીને સ્કૂલે પહોંચાડે અને સ્કૂલે આ વિડીયો યૂટ્યૂબ ઉપર મૂકી તેની સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં ૧ થી ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ માટે દસ મિનિટ વિડીયો સમયગાળો રાખવામાં આવ્યો હતો અને ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે પંદર મિનિટ વિડીયો નો સમયગાળો રાખવામાં આવે સ્કૂલે તમામ વિદ્યાર્થીઓ નો વિડીયો યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલ જે વિદ્યાર્થી નો વિડીયો વધુ સબસ્ક્રાઇબ અને વધુ જોવાયેલ તેના આધારે વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા ટીચર્સ કોમ્પીટેશન સ્પર્ધામાં જમો સંખ્યામાં ૧ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ધોરણ વાઇઝ પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્ક્રૂત ઈનામ આપી સન્માનિત કરવામાં આવેલ તેમજ આ સ્પર્ધામાં ભાગલેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવે આ ટીચર્સ કોમ્પિટિશન સ્પર્ધાને સફળ બનાવવા માટે વિવેકાનંદ વિદ્યાલય ના ટ્રસ્ટી રાહુલભાઈ પટેલ તથા પ્રદીપભાઈ પટેલ તથા આચાર્ય ગેલાભાઈ બારૈયા તથા કોમ્પ્યુટર વિભાગના ગૌરવભાઈ ચાવડા તથા ચેતનભાઇ ઝાલોરીયા તથા શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.