નર્મદા: દુનિયાની આઠમી અજાયબી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વર્લ્ડ ક્લાસ રોપ વે બનશે : જાણો કેટલા સમયમાં પૂર્ણ થશે કામ..

Latest Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

સ્ટેચ્યુ ઓફ યુનિટીને વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા ૬૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઉડન ખટોલા નું ટેન્ડર જારી કરાયું

નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે વિંધ્યાચળ તેમજ સાતપુડા ગિરિમાળા ને જોડતી વિશ્વકક્ષાની રોપ વે બનાવાશે. કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી વિશ્વ વિરાટ પ્રતિમાને લઈ દુનિયાના નકશામાં અંકિત થવા સાથે વિશ્વની 8મી અજાયબી બની ગયું છે. વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા કેવડિયા ખાતે રૂપિયા 62 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ રોપ વે માટે સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી ટેન્ડર જારી કરી દેવાયું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી , નર્મદા ડેમ સાઇટ કેવડિયા ખાતે એક બાદ એક આકર્ષણો ઉભા કરવામાં આવી રહ્યા છે. સફારી પાર્ક, કેટર્સ ગાર્ડન, ફ્લાવર ઓફ વેલી, રિવર રાફટિંગ , બટરફ્લાય ગાર્ડન, ટેન્ટ સિટી, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની સુવિધા, આકર્ષણમાં હવે વિશ્વકક્ષાનું વધુ એક નજરાણું સરકાર ઉમેરવા જઈ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી 4000 કરોડનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ હોવા સાથે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ અને દેશના 182 રજવાડા ને એક કરવા અપાયેલી યોગદાનની અંજલિ રૂપ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પહેલા જ દુનિયાની 8 મી અજાયબી માં લખાઈ ચુક્યુ છે ત્યારે વર્ષે 50 લાખ પ્રવાસીઓ ને આવકારવા સરકાર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે વિંધ્યાચળ તેમજ સાતપુડા ગિરિમાળા ને જોડતી વિશ્વકક્ષાની રોપ વે માટે ટેન્ડર બહાર પાડ્યું છે. યુરોપિયન ડિઝાઇન, ટેકનોલોજી અને સ્ટાન્ડર્ડ મુજબ કેવડિયામાં SOU થી કેટર્સ ગાર્ડન ને જોડતી 1.25 કિલોમીટર લાંબી રોપ વે રૂપિયા 62 કરોડના ખર્ચે 24 મહિનામાં સાકાર કરવામાં આવશે. રોપ વે શરૂ થતાં નદીના એક છેડે થી રોપ વેમાં બેસી પ્રવાસીઓ તેમજ મુલાકાતીઓ નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નીચેથી પસાર થતી નર્મદા નદી, સફારી પાર્ક, કેટર્સ ગાર્ડન, ફ્લાવર ઓફ વેલી, ગ્રીન વેલી સહિત આહલાદક નજારો માણી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *