રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
લોકડાઉન બાદ અનલૉક માં મંદિર ઓ ખુલા મુકાયા છે ત્યારે અંબાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખૂલુ મુકાયું છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના પાલી વિભાગ સંગઠન મંત્રી ભવાની જી, સિરોહી જિલ્લા સહ સંયોજક દશરથ સુવનસા સહિત એ.બી.વી.પી નાં કાર્યકર્તા આજે માં અંબે નાં દર્શન આવી પહોંચ્યા હતા અંબાજી મંદિર માં દર્શન કરી ભટ્ટજી મહારાજ ની ગાદી પર દર્શન કર્યા હતા ત્યાર બાદ અંબાજી એ.બી.વી.પી નગર મંત્રી અંકિત ખારોલ દ્વારા વિભાગ સંગઠન મંત્રી ભવાની જી , સિરોહી જિલ્લા સહ સંયોજક દશરથ જી સુવનસા અને આબુરોડ નગર મંત્રી ઉર્વશી દેસાઈ નું એ.બી.વી.પી નાં ખેશ પેરાવી સમ્માન કરાયું હતું વિભાગ સંગઠન મંત્રી ભવાની જી સાથે માં અંબે ના દર્શન કરવા સિરોહી જિલ્લા સહ સંયોજક દશરથ જી સૂવનસા , આબુરોડ નગર મંત્રી ઉર્વશી દેસાઈ , રિતિક સરગરા દર્શના જી દેસાઈ સિરોહી જિલ્લા મહિલા મોરચા ઉપાધ્યક્ષ , વિજય કોટવાલ સિરોહી જિલ્લા ભાજપા ઉપાધ્યક્ષ , અંબાજી નગર મંત્રી અંકિત ખારોલ , પ્રકાશ હિરાગર , લવ ખત્રી , વિક્રમ લોઢા સહિત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને માં અંબે ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.