છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ સંગમ હોસ્પિટલ ખાતે મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

Chhota Udaipur Latest
રિપોર્ટર: ગૌતમ વ્યાસ

હાલ કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુરજિલ્લા સહિત બોડેલી તાલુકામાં પણ કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે દર્દીઓને લોહીની પણ તાતી જરૂરિયાત ઉભી થાય ત્યારે દર્દીઓને તાત્કાલિક લોહી મળી રહે તે હેતુથી તેમજ કરબલાની યાદમાં બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ ખાનગી સંગમ હોસ્પિટલના ખાતે ઇન્દુ બ્લડ બેન્કના સહયોગ થી બોડેલીના રોશની યંગ સર્કલ દ્વારા રક્તદાન કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસીયલ ડિસ્ટનસ રાખી મોટી સંખ્યામાં નાત જાતના ભેદભાવ ભૂલી હિન્દૂ મુસ્લિમ સમાજના લોકોએ રકદાન કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા રોશની સર્કલના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ રોશની યંગ સર્કલના યુવાનો દ્વારા રક્તદાતા ઓનો આભાર અવ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *