રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદી પાણીના લીધે ખેતરોમાં પાણી ભરાઇ રહેતા ઉભા પાક સદંતર નિષ્ફળ ગયેલ છે. પરંતુ સરકાર દ્વારા કરવામાં આવતું સર્વમાં પાક ઉભો હોય પરંતુ જમીનની અંદર પાણીના લીધે સળી ગયેલ હોય તેવા પાકોનું સર્વ કરવામાં આવતું નથી ફકત પીળો પડી ગયેલ તથા પાણી ભરાયેલ હોય તેવા પાકોનું જ સર્વ કરવામાં આવે છે. જેમાં નિષ્ફળ ગયેલ તમામ પાકોનો સમાવેશ કરી પૂરતું વળતર ચૂકવવામાં આવે.
ભારે વરસાદી પાણીના લીધે નદી-નાળા આસપાસના વિસ્તારોના ખેતરોમાં માટીનું ભારે ધોવાણ થતાં ફળદ્રુપતા નાશ પામેલ હોય જેમાં ખેડૂતો હવે પછી પાક લઇ શકે તેમ નથી આવા નુકશાનગ્રસ્ત ખેડૂતોનું હાલ કોઇ પ્રકારનું સર્વ કરવામાં આવતું નથી જેનું સર્વ કરવામાં આવે અને પૂરતું વળતર ચુકવવામાં આવે અને આવા ધોવાણ થયેલ ખેતરો તથા ખેડૂતોના ખેતર જવાના આંતરિક રસ્તાઓ માટે સરકારી પડતર જમીનમાંથી વિનામુલ્યે માટી આપી ઘટતું કરવા તે બાબતે તાલાલાના ધારાસભ્ય ભગવાનજીભાઇ બારડએ જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરેલ.