અમરેલી: કોરોનાને પંદર દિવસે માત આપનાર ધારીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાએ કોરોનાને હળવાશથી ન લેવા અને સાવચેત રહેવા લોકોને અપીલ..

Amreli Latest
રિપોર્ટર: પ્રતાપ વાળા,ધારી

કોરોનાને પંદર દિવસે માત આપનાર ધારીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા એ કોરોના ને હળવાશથી ન લેવા અને સાવચેત રહેવા લોકોને અપીલ કરતાં લાખો શુભેચ્છકોની પ્રભુ પ્રાર્થના અને શુભેચ્છા બદલ આભાર માની રાજ્યમાં કોરોના સંક્રમણ થતું અટકે એવા શુભ આશયથી નવરાત્રિનું ગરબા નું આયોજન ચાલુ વર્ષે સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં તમામ ખેલૈયાઓ,આયોજકો અને ભક્તોને નમ્ર અપીલ કરી છે, કારણ કે, ખેલૈયાઓ ડિસ્ટન્સ રાખેશે પરંતુ પબ્લિક ડિસ્ટન્સ જાળવી નહિ શકે, જેથી કોરોના સંક્રમણ વધશે.

સરકાર જ્યારે ખૂબ મોટો ખર્ચ કરીને કોરોના સંક્રમણ અટકાવવા અને મેડિકલ તથા અન્ય સ્ટાફ પોતાના જાનને જોખમે લોકોને બચાવવા અનેકવિધ સરાહનીય કામગીરી કરી રહ્યા છે ત્યારે માનવ સહજ આપણી ફરજ થઈ પડે છે કે આપણે સરકારને સહયોગ આપવો જોઈએ. સરકારને આવા કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી પડે કે કોઈ વિવાદ થાય એવા કોઇ પ્રયાસો આપણે કરવા ન જોઇએ. સાથે સાથે સૌને વિનંતી કરું છું કે સૌ પોતાના ઘરમાં જ રહી માં જગદંબાની ની પૂજા-અર્ચના અને આરાધના કરી પ્રાર્થના કરે કે, હે માં અમારી શક્તિ, ભક્તિ અને આરાધના માં કોઈ ઉણપ રહી જાય તો અમને ક્ષમા કરી સમગ્ર વિશ્વને કોરોના વાયરસ કે કોઈપણ મહામારી થી કાયમ મુક્ત રાખજો. કોઈપણ લોકો,સંસ્થાઓ, ખેલૈયા સરકારશ્રીમાં અને કોર્ટમાં પણ રજૂઆત ન કરે તેમજ આવી કોઈ બાબતો માં પડ્યા વગર આપણે આપણા કુટુંબ પરિવારનું અને રાષ્ટ્રનું હીત જોઈએ, સાજા-સારા રહીશું તો નવરાત્રી તો કાયમ આવવાની જ છે, પરંતુ કોરોના ને કારણે કોઈના ઘરનો દીપક બુજાય કે આર્થિક બોજો વધે ત્યારે એ પરિવાર જાણતો હોય છે કે કેમ જીવન જીવવું. હું પણ કાયમ કહું છું કે,મોત થી ડરવું નહીં “પાંચમ માંડી હોય તો છઠ ના થાય” પણ સાડી પાંચમ થાય ને એ આપણું જીવતર બગાડી નાખે છે.જે લોકોને નવરાત્રી ના કારણે ધંધા-રોજગાર ઉપર અસર થવાની છે તેવા લોકો માટે સંસ્થાઓએ, દાતાઓએ અને સરકારશ્રીએ કંઈક વિચારવું જોઈએ પરંતુ નવરાત્રિનું આયોજન કોઈપણ સંજોગોમાં થવું ન જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે ખેલૈયા ઓ ને નહિ ગમે પરંતુ બધા પાસે હાથ જોડીને ક્ષમા માગું છું, એટલા માટે કે મેં કોરોના થી શું મુશ્કેલી પડે એ જાતે અનુભવી લીધું છે,
આ સાથે સાથે ગુજરાત સરકાર ને મારી એક નમ્ર અપીલ છે કે તાજેતરમાં ટેકાના ભાવથી મગફળી ખરીદવાનો નિર્ણય લીધો છે તેમને આવકારું છું પરંતુ લાભ પાચમ થી ખરીદી શરૂ થાય તેના બદલે તાત્કાલિક ટેકાના ભાવથી ખરીદી શરૂ થાય તે ખેડૂતોના હિતમાં ગણાશે. કારણકે વહેલું ઉત્પાદન મેળવી વધુ ભાવ મળે એ માટે ખેડૂતોએ રાત દિવસ એક કરી ખૂબ મોટો ખર્ચ કરીને આયોજન કર્યું હોય છે અને એમને જ ટેકાના ભાવ નો લાભ ન મળે તો કેટ્લાય ખેડૂતોને અન્યાય થશે. આ બાબતે સરકાર તાત્કાલિક વિચારે એવી સરકાર ને આજે હોસ્પિટલમાંથી કોરોના ને માત આપીને નીકળતા પહેલા ખેડૂત ના દિકરા અને અગ્રણી તરીકે મારી સૌ પ્રથમ રજૂઆત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *