રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
બે દિવસ પહેલા હવામાન વિભાગ ખાતા દ્વારા તા. ૧૨ અને તા. ૧૩ના રોજ હળવાથી મદયમ વરસાદ ચાલીસ કીમી સુધીની ઝડપે પવન ફુંકાવાની તથા વિજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી જે બાબતે લાગતા તંત્રને સતર્ક રહેવા જણાવાયું હતું. જો કે આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો ન હતો બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો વરસાદી માહોલ સર્જાયો હતો ગાજ વિજ સાથે તાલુકાભરમાં ઓછા વધુ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે કેશોદ તાલુકામાં મૌસમનો કુલ ૧૫૦૦ મિ.મી વરસાદ નોંધાયો છે.