પાટણ: સિધ્ધપુર ખાતે આવેલ વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકને નેશન બિલદાર એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા.

Latest Patan
રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર

રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા એસ.કે.બ્લડ બેન્ક પાટણ ખાતે નેશન બિલદાર એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. નિખિલભાઈ ખમાર, ડૉ. અવનીબેન દેસાઈ, રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ રણછોડભાઈ પટેલ અને જેડ. એન. સોઢા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકની શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શિક્ષણમાં નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન બદલ ખેસ, માસ્ક અને નેશન બિલદાર એવોર્ડ દ્વારા ૧૯ જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં વામૈયા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષક દિલીપસિંહ ગોહિલને પણ નેશન બિલદાર એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય દિલીપભાઈ પ્રજાપતિ અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો દ્વારા દિલીપસિંહ ગોહિલને આ સિદ્ધિ બદલ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *