રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લામાં માં ચાલુ સાલે ૨૧ થી ૨૩ ઓગસ્ટ માં ખાબકેલા વરસાદ થી ઉભા ખરીફ પાક ને બરબાદ કર્યા છે..કપાસ કઠોળ જુવાર બાજરી જેવા પાકો વરસાદી પાણી માં ગરકાવ થતાં મોટું નુકસાન ગયું છે છતાં ખેતીવાડી વિભાગ ના બેરા કાને ધરતીપુત્રો ના નુકશાની અંગે ખબર સુધા નથી લીધી..કે નથી પાક નિષ્ફળ માં આ લોટિયા ગામ નો સમાવેશ કરવા માં આવ્યો..
લોટીયા ગામ ખાતે ખેડૂતો ની હાલત વરસાદ ના પાણી ખેતરોમાં ભરાયેલા રેહતાં હાલત કફોડી બની છે.. ખેતરમાં પાણી ભરાયાં હોવાથી પાક નષ્ટ થયા છે.ત્યારે રાધનપુર તાલુકાના લોટીયા ગામ આજુબાજુ ની આશરે ૨૦૦૦ બે હજાર હેક્ટર જમીન માં વાવેતર કરવામાં આવ્યું હતું.. જેમાં ૨૦૦ થી વધારે ખેડૂતો ના ખેતરો માં વરસાદી પાણી ભરાઇ રહેતા વાવેતર કરવામાં આવેલ કપાસ એરંડા ગવાર બાજરી જુવાર કઠોળ જેવા ચોમાસુ પાક વરસાદી પાણી અને ખારી નદી નુ પાણી ખેતરોમાં ફરી વળતાં ધરતીપુત્રો બેહાલ બનેલ છે.
વાવેતર કરવામાં આવેલ પાક નિષ્ફળ જતાં ખેડૂતો રાતા પાણીએ રડવા નો વ્હારો આવ્યો છે.એક તરફ કોરોના વાયરસ ને લઈને ખેડૂતો મુશ્કેલ માં આવ્યા છે. ત્યા વરસાદી પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતો ની મુશ્કેલ માં વધારો કર્યો..બગડી ગયેલા કપાસ અને જુવાર ના પાક ની ખેડૂતો એ નારાજ થઈ ને હોળી કરી દીવાસળી ચાંપી નષ્ટ થયેલ પાક ને આગ ના હવાલે કર્યો છે..
સાથે સાથે બેટ માં ફેરવાયેલા ખેતરો માં ઘૂંટણ સમાં પાણી માં ઉતરી અર્ધનગ્ન થઇ ને લોટીયા ગામ ના ખેડૂતો એ વિરોધ નોંધાવ્યો..વિરોધ કરી પાક નિષ્ફળ નું તાત્કાલિક ધોરણે સર્વે કરાવી સરકાર વળતર આપે તેવી માંગણી કરી રહ્યા છે.લોટીયા સહિત ઠીકરીયા ગામ ના ખેડૂતો ખેતીમાં પાક નિષ્ફળ જતાં સરકાર સમક્ષ યોગ્ય વળતર ની મિટ માંડી ને બેઠા છે.