રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ મરીન પોલીસ ને બાતમી મળી હતી કે મનોજ ભીખાભાઇ બારીયા મેદા વાડી વિસ્તાર વાળો પોતાના ઘરે જુગારનો અખાડો ચલાવતો હોય અને હાલ ચાલુ હોવાની ખરાઇ કરી રેઇડ દરમ્યાન કુલ નવ આરોપીઓને રોકડ રૂ .૧,૦૭,૩૦૦ તથા મો.ફોન નંગ -૬ કી.રૂ ૪૦૫૦૦ તથા મો.સા નંગ -૨ કી.રૂ .૬૦૦૦૦ ની મળી કુલ રૂ . ૨,૦૭,૮૦૦ ના મુદામાલ સાથે કુલ નવ જુગારીઓને જુગાર રમતા પકડી પાડી માંગરોળ મરીન પોલીસ સ્ટેશન ખાતે તેઓની સામે ધોરણસરની કાર્યવાહી કરી જુ.ધા. કલમ ૪૫ મુજબનો ગુન્હો રજી . કરવામાં આવેલ છે . પકડાયેલ જુગારીઓ ( ૧ ) મનોજભાઇ ભીખાભાઇ બારીયા ( ૨ ) નયન ઉર્ફે નાગણી ડાયાભાઇ કામરીયા ( ૩ ) નરેશભાઇ દેવાભાઇ માલમ ( ૪ ) બાબુભાઇ મુળાભાઇ બારીયા ( ૫ ) બાલુભાઇ રામભાઇ ચુડાસમાં ( ૬ ) સતીષ પરસોતમભાઇ ભરડા ( ૭ ) અરવિંદભાઇ બાબુભાઇ બામણીયા ( ૮ ) વિમલભાઇ હીરાભાઇ ભરડા ( ૯ ) પંકજ ધનાભાઇ ચુડાસમાં કબજે કરવામાં આવેલ મુદ્દામાલ કુલ.રોકડ રૂ .૧,૦૭,૩૦૦ તથા મો.ફોન નંગ -૬ કી .૪૫૦૦ તથા મો.સા નંગ-૨ કી.રૂ .૬૦૦૦૦ ની મળી કુલ રૂ . ૨,૦૭,૮૦૦ ના મુદામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.