આણંદ: અમૂલ ડેરી દ્વારા નવું હલ્દી દૂધ પ્રોડક્ટ લોન્ચ કરાયું, 200 મિલિનો ભાવ 30 રૂપિયા જેટલો…

Anand Health Latest

અમુલ ડેરી જે આણંદ ખાતે આવેલ છે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી, અમૂલે હળદરવાળું દૂધ એટલે કે હલ્દી દૂધ નામની પ્રોડક્ટ લોન્ચ કરી છે. જેનો 200 મિલિનો ભાવ 30 રૂપિયા જેટલો છે. હાલ અમૂલે આમાં કેસર અને બદામ બે ફ્લેવર લોન્ચ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, હળદરવાળું દૂધ શરીર માટે ખૂબ સારું છે. એશિયાની નંબર વન દૂધ બ્રાન્ડ અમૂલ હવે આર્યલેન્ડની આઇરીશ કોફીનો ટેસ્ટ ધરાવતુ અમૂલ આઇરીશ ડ્રીંક અને લગ્ન પ્રસંગેમાં આરોગાતું કઢાઉ દૂધની પ્રોડકટસ ને લોંચ કરવામાં આવ્યા છે. આમ હવે ગ્રાહકોને દૂધની નવી ત્રણ વેરાયટીના સ્વાદ માણવા મળશે. જેમાં મિલ્ક ક્રીમ, કોફી, ચોકલેટ, હેઝલનટ સહિત વિવિધ નટના ફલેવર્સ સાથે તૈયાર કરાયેલું અમૂલ આઇરીશ ડ્રીંકનો સ્વાદ માણવા મળશે. ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક ફેડરેશન મેનેજિંગ ડિરેકટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતુ કે, બીજી ફલેવર હળદર યુકત દૂધની બનાવવામાં આવી છે. અમૂલ હલ્દી દૂધ હળદરમાં રહેલા જંતુનાશક ગુણધર્મોને કારણે હજારો વર્ષોથી ભારતમાં તેનો ઉપયોગ પેટ અને યકૃતની બિમારી પર થતો આવ્યો છે. ત્યારે દેશમાં પ્રથમ વખત હલ્દી દૂધ અમૂલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. જયારે ત્રીજી પ્રોડકટસ અમૂલ કઢાઇ દૂધના નામથી લોન્ચ કરાઇ છે. અમૂલ ડેરીના એમ.ડી કે રત્નને જણાવ્યું હતું કે ,અમે દરરોજ 1.50 લાખ યુનિટ હલ્દી દૂધ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવી છીએ, અમારા પ્લાન્ટમાં આ નવી પ્રોડકટનું ઉત્પાદન કરાશે. મિલ્ક ફેટરેશન રૂપિયા 100 કરોડના વેચાણન લક્ષ્યાંક ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *