બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની ખાતે છેલ્લા પંદર દિવસથી દૂષિત પાણી આવતા નગરજનોમાં નિરાશા વ્યાપી છે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના કહેર વચ્ચે દૂષિત પાણી આવતા નગરજનો મુસીબતમાં મૂકાયા છે અને રોગચાળાના ભરડામાં ધકેલાયા છે દૂષિત પાણીને લઇને જે તે સંબંધિત કચેરીએ વારંવાર રજૂઆત કરવામાં આવતા છતાં પણ આજદિન સુધી આ પ્રશ્નન ઉકેલાયો નથી હાલમાં કેવડિયા કોલોની ખાતે કોરોના ના ટેસ્ટ થઈ રહ્યા છે અને નર્મદા જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ આ કામગીરીમાં જોડાયેલું છે ત્યારે છેલ્લા પંદર દિવસથી ચાલતી આ દુષિત પાણીની સમસ્યા કોઈને દેખાતી નથી અધિકારીઓ પણ ધૃતરાષ્ટ્ર ની ભૂમિકા ભજવી રહ્યા છે કેવડિયા કોલોની ખાતે ચાલતી આ પાણીની સમસ્યા વહીવટી તંત્ર દ્વારા સત્વરે ઉકેલ તેમ લોકોની માંગ છે.