રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
હાલમાં હવે ડભોઇ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેનું માળખું તૈયાર થઈ ગયું છે જેમકે ડભોઇ નગર પાલિકાના કુલ-36 સભ્યો અને નવ વોર્ડ માટે ૨૦૧૧ ની વસ્તી અને જાતિ આધારિત ઠકોની ફાળવણીની યાદી જાહેર થવા પામી છે. જે મુજબ પાલિકાના નવ વોર્ડમાં સ્ત્રી બેઠકો-૧૮ અને પુરુષ-૧૮ કુલ-૩૬ જેમાં અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો-૦૨, અનુસૂચિત આ.જાતિ માટે ૦૫, પછાતવર્ગ માટે ૦૪, ,કુલ અનામત બેઠકો-૨૩, સામાન્ય બેઠકો-૧૩ મળી કુલ-૩૬ બેઠકોની યાદી બહાર પડતાં અને જ્ઞાતિ આધારિત અનામત બેઠકો અને સામાન્ય બેઠકોની રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યાદી જાહેર કરાઇ છે. જેમાં કુલ-૧૮ સ્ત્રી અને ૧૮ પુરુષ બેઠકોમાંથી વોર્ડ-૦૧ માં બે બેઠકો સામાન્ય, એક પછાતવર્ગ, એક અનુસુચિત આદિજાતિ, વોર્ડ-૦૨ સામાન્ય-૦૩ એક અનુસુચિત આદિજાતિ, વોર્ડ-૦૩ સામાન્ય-૦૩, પછાત વર્ગ-૦૧, વોર્ડ-૦૪ સામાન્ય-૦૨, પછાતવર્ગ-૦૧, અનુસુચિત જાતિ-૦૧, વોર્ડ-૦૫ સામાન્ય-૦૩, અનુસૂચિત આદિજાતિ-૦૧, વોર્ડ-૦૬ સામાન્ય-૦૪,વોર્ડ-૦૭ સામાન્ય-૦૪, વોર્ડ-૦૮ સામાન્ય-૦૨ અનુસૂચિત અદિજાતિ-૦૧. અનુસૂચિત જાતિ-૦૧, વોર્ડ-09 સામાન્ય-૦૨, પછાતવર્ગ-૦૧, અનુસૂચિત આદિજાતિ-૦૧ આમ કુલ નવ વોર્ડની 36 બેઠકોની ફાળવણી થયેલ છે.
જ્યારે ડભોઇ તાલુકા પંચાયતની કુલ-૨૦ બેઠકોમાં અનુસૂચિત જાતિ-૦૧ અંગુઠણ, અનુસૂચિત આદિજાતિ-૦૮ જેમાં ચનવાડા, ઢોલાર, કરનાળી, નડા, સાઠોદ, તેનતલાવ, વણાદરા અને વસઇ. જ્યારે સામાન્ય બેઠકો-05 જેમાં ચાણોદ, કાયાવરોહણ, કુંઠેલા, લીંગસ્થળી અને મંડાળા,સામાજિક શૈક્ષણિક રીતે પછાત-૦૨ જેમા કરણેટ, કાયાવરોહણ-૦૧, બિનઅનામત સામાન્ય-૦૪ જેમાં સીમળીયા, થુવાવી, વડજ,પણસોલીની બેઠકોની યાદી જાહેર થતાં રાજકીય પંડિતોએ પોતાના ગણિત માંડવાની શરૂઆત કરી છે.
જ્યારે સંભવિત ઉમેદવારો એ પણ પોત પોતાના મતવિસ્તારમાં સક્રિય થઈ તૈયારી પણ શરૂ કરી હોય એમ ચર્ચાઈ રહ્યું છે.