રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
સિધ્ધપુર શહેરમાં ગુજરાત સરકાર દ્વારા વિવિધ નાના મોટા વિકાસના કામો થઈ રહ્યા છે , ત્યારે સિધ્ધપુર નગરપાલિકાના વોર્ડ નં-૪ ના ભારતીય જનતા પાર્ટીના જાગૃત સદસ્ય ધર્મેન્દ્ર ભટ્ટ દ્વારા ગુજરાત સરકારની ૧૪માં નાણાંપંચની ગ્રાન્ટ માંથી સિધ્ધપુરના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો જેવાકે અરવડેશ્વર મહાદેવ મંદિર અને વાલકેશ્વર મહાદેવ મંદિર માં અંદાજીત ૧૧ લાખની ગ્રાન્ટ મંજૂર કરાયેલ છે. અને આ પેવર બ્લોકનું કામ માં કન્ટ્રક્શન એજન્સીના હીરેન ભાઈ રામીની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે.
નગરપાલિકાના સદસ્ય ધર્મેન્દ્ર ભટ્ટ દ્વારા અગાઉ પણ વોર્ડ નં-૪ ના વિવિધ વિસ્તારોમાં પણ પેવર બ્લોક અને સી.સી.રોડ નું કામ કરવામાં આવ્યું છે , ઐતિહાસિક રુદ્રમહાલય , જોષીઓ ની ખડકી , વના ના મહાડમાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવીઅને મહેતા ઓળ ના મહાડ અને વારાહી ના મહાડમાં હરસિધ્ધ માતાના મંદિર પાસે , પાર્વતી પુરામાં અને ગોગા પરા વિસ્તારમાં સી.સી.રોડ જે સરકારની આશરે ૧ કરોડ થી વધુ ની વિવિધ ગ્રાન્ટો દ્વારા વોર્ડ નં-૪ ના વિસ્તારોમાં વિકાસ લક્ષી કાર્યો કરવામાં આવ્યા. વોર્ડ નં-૪ ના નાગરિકો દ્વારા નગર સેવક ધર્મેન્દ્ર ભટ્ટની આ પ્રસનીય કામગીરી ને બિરદાવી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.