રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા નર્મદા જિલ્લાના દેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા,વડોદરા.તથા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ અને નર્મદા ના દેડિયાપાડા રેન્જ ફોરેસ્ટ ના સંયુક્ત પ્રયાસોથી આજે ગુજરાત રાજ્યમાં સૌથી મોટી સંખ્યામાં વન્ય સરીસૃપ જીવ આંધળી ચાકણ ને બચાવાઇ લેવાઈ હતી.આ ઑપરેશન માં જતીનભાઈ વ્યાસ,દિપેનસિંહ પરમાર,અંકુરભાઇ પટેલ,વિશાલભાઈ મરાઠી,જૈમિનભાઈ રાવલ અને દેડીયાપાડાના રેન્જ ફોરેસ્ટ વિભાગ ના ડી.સી.એફ.નીરજકુમાર, આર.એફ. ઓ.જે.બી.ખોખર.આર.એફ.ઓ સપનાબેન ચૌધરી તથા એ.સી.એફ.એ.ડી.ચૌધરી એ આ કૌભાંડ નો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી હતી.
દેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને A.W.B.I.& S.P.C.A. અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે આજે વન્ય જીવ આંધળી ચાકણ ૧૫ નંગ ગેરકાયદેસર વેપાર કરતાં પકડી પાડવામાં આવેલ છે. ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને વડોદરા વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા ની ટીમે સંયુક્ત રીતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ ગેરકાયદેસર વન્યજીવ નું વેચાણ કરનાર આરોપીઓ ની વોચ માં હતા. જે આજે આરોપીઓને ૧૫ નંગ આંધળી ચાકણ સાથે ગેરકાયદેસર વેપાર કરતાં ત્રણ આરોપીને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા છે.આમ વન્યજીવોનું ગેરકાયદેસર વેચાણ રાજ્યવ્યાપી અને આંતરરાજ્ય ગેરકાયદેસર લે વેચ નો પર્દાફાશ થયો છે. આગામી દિવસોમાં વન વિભાગ દ્વારા જો ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આંતર રાજ્ય લેવલે રાજ્યવ્યાપી મોટા કૌભાંડનો પર્દાફાશ થઇ શકે છે.
તાંત્રિક વિધિ માં વિશ્વાસ ધરાવતા અંધશ્રદ્ધાળુઓ કેટલીક ગેરકાનુની માનસિકતામાં આવા ગુનેગારોને પ્રોત્સાહિત કરે છે જેમાં નિર્દોષ અબોલ જીવોને રંજાડી ક્રૂરતા આચરી લોકો અબોલ જીવોની હત્યાના ભાગીદાર બને છે આ સરીસૃપ ને આવા ગુનેગારો વજન વધારવા માટે સાયકલ ની બેરિંગના છરા તેમના મોં વાટે શરીરમાં દાખલ કરે છે અને ક્રૂરતા આચરતા હોય તેનું મૃત્યુ નિશ્ચિત છે માટે આ ૧૫ જીવોનું મેડિકલ ચેકઅપ પણ જરૂરી છે તેમજ આ જીવો ને કેટલાય સમયથી ખોરાક પાણી વગર પણ રાખવામાં આવ્યા છે જેથી તેમને તાત્કાલિક સારવાર પણ કરવી જરૂરી છે તેમ વન વિભાગના અધિકારી દ્વારા જાણવા મળ્યું હતું.