બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
રાજપીપળા કલેકટર કચેરીએ ખાતે સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઇ વસાવા.તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણભાઈ તડવી.અલ્કેશભાઇ રાઈ.ભઈલાલભાઈ રાકેશભાઈ. તેમજ દરેક સમાજના આગેવાનઓ દ્વારા રજૂઆત કરવામાં આવી કે નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં આવેલ સાવલી ગામે બેંક ઓફ બરોડા ના બેંકના ખાતા ગ્રાહકો બાબતે વિનંતી કે અમો સાવલી ગામની નજીકમાં આવેલ ૨૫ જેટલા ગામોના રહેવાસીઓ છીએ તમને ને વિનંતી કે બેંક ખાતા ગ્રાહકોના ખાતાઓ મોજે સાવલી તાલુકો તિલકવાડા જીલ્લો નર્મદા મુકામે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં આવેલ છે જે બેંક છેલ્લાં ૩૫ વર્ષથી સાવલી મુકામે કાર્યરત છે. હાલના સમયમાં બેંક રોજ બરોજ ના જીવનનું અભિન્ન અંગ બની ગયેલ છે હાલ સરકાર દ્વારા અમલમાં તમામ યોજનાઓની નાણાંની લેવડદેવડ બેંક દ્વારા કરવામાં આવે છે તથા નાગરિકોને મળતી તમામ સહાય બેંક ખાતા મારફતે આપવામાં આવે છે તથા અન્ય બીજી નાણાકીય કામગીરી માટે પણ બેંક હાલ ખૂબ ઉપયોગી માધ્યમ છે. સાવલી મુકામે બેંક ઓફ બરોડાની શાખા માં ૨૫ થી ૩૦ ગામોના લોકોના ખાતાઓ આવેલ છે.હાલ શાખામાં ૧૩.૦૦૦ ખાતા આવેલ છે બેન્ક નો વાર્ષિક લેવડ-દેવડનો હિસાબ ૨૫ કરોડનો છે બેંકમાં આજુબાજુના ગામડાઓ ના લોકોની ૪ થી ૫ કરોડ રૂપિયાની ફિકસ ડિપોઝીટો આવેલી છે તથા ૭૦૦ લોન ગ્રાહકો છે. ઉપરોક્ત શાખામાં આવેલ મુખ્યત્વે ખાતાઓમાં આદિવાસી સમાજના વૃદ્ધ પેન્શન ગ્રાહકો વિધવા પેન્શન ગ્રાહકો તથા શાળાના બાળકોની શિષ્યવૃતિ જમા કરવા માટે ના ખાતાઓ તેમજ ખેડૂતો તથા મનરેગાના મજુર લાભાર્થીઓના છે અને આજુબાજુ ગામોમાં નોકરી કરતાં સરકારી કર્મચારીઓના ખાતાઓ પણ બેંક ઓફ બરોડા સાવલી શાખા માં આવેલા છે. ઉપરોક્ત બેંક શાખા વિસ્તારમાં ૮૦ થી ૯૦ ટકા આદિવાસી વસતી હોય જેમાંથી મોટાભાગની અભણ આદિવાસી વસ્તી હોય અને જો બેંક ઓફ બરોડાની શાખા સાવલી મુકામે બંધ કરવામાં આવે તો ઘણા મોટા પ્રમાણમાં નુકસાન જાય એમ છે તથા બેંક સેવા માટે ૧૦ થી ૧૫ કિલોમીટર દૂર જવું પડે તેમ છે.
તેથી સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઇ વસાવા.તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણભાઈ તડવી.અલ્કેશભાઇ રાઈ.ભઈલાલભાઈ રાકેશભાઈ. તેમજ દરેક સમાજના આગેવાનઓ દ્વારા તિલકવાડા તાલુકામાં આવેલ સાવલી ગામે બેંક ઓફ બરોડાની શાખા બંધ ન કરવા બાબતે રાજપીપળા કલેકટર કચેરીએ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.