નર્મદા: રાજપીપળામાં જિલ્લા કલેક્ટરાલય સંકુલમાં ડિઝાસ્ટર શાખા ખાતે ૫૮ જેટલાં સરકારી અધિકારીઓના કોરોના ટેસ્ટ કરાયા.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) ની મહામારી ફેલાયેલી છે, ત્યારે કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમની રાહબરી હેઠળ આજે જિલ્લા કલેક્ટરાલય સંકુલમાં ડિઝાસ્ટર શાખા ખાતે સરકારી અધિકારીઓ/કર્મચારીઓનું સારૂ સ્વાસ્થય જળવાઇ રહે તે આશયથી આરોગ્ય ધન્વંતરી રથ દ્વારા યોજાયેલા કોવીડ-૧૯ એન્ટીજન (રેપિડ) ટેસ્ટ કેમ્પમાં ૫૮ જેટલાં અધિકારીઓ/કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. આ તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.

આ પ્રસંગે આરોગ્ય ધન્વંતરી રથના મેડીકલ ઓફીસર ક્રિષ્નાબેન ગણપતભાઇ તડવીએ જણાવ્યું હતું કે, આરોગ્ય ધન્વંતરી રથ થકી અમે છેલ્લા ૫ મહિનાથી જાહેર જગ્યો પર કોવીડ-૧૯ અંતર્ગત એન્ટીજન (રેપિડ) ટેસ્ટ કરવાની કામગીરી કરી રહ્યાં છીએ આજે જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓના કોવીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ટેસ્ટની થઇ રહેલી કામગીરી દરમિયાન લેવાયેલા તમામ ટેસ્ટ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે અને આ કેમ્પ દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સ સહિતની કાળજી રખાઇ રહી હોવાનું પણ વધુમાં તેમણે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *