રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
નાગેશ્રી ગામના કોળી સમાજ ના આગેવાન ઉકાભાઇ શિયાળ પોતાની વાડીએ થી રખોપુ કરી ઘરે આવતા હતા. ત્યારે ગામના પાદરમાં આવેલ નદીના કીનારા પર થી પગ લપસી જતાં ઉકાભાઇ પાણી પડી ગયા હતા, બચવા માટે ધણા પ્રયત્ન કર્યા, પરંતુ કોય કારી ન ફાવતા અંતે મોતને ભેટ્યા હતા. આ સમાચાર મળતાં ગામના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતાં પણ ઉકાભાઇ શિયાળનું મોત નિપજયું હતું જેના પગલે નાગેશ્રી ગામ અને સમાજમાં દુઃખની લાગણી પ્રસરી ગઇ હતી.