રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
૧૫ દિવસમાં રૂ .૧૧,૮૩,૬૬૦ ભરવા નોટિસ લુણાવાડાની પી.એન.પંડ્યા આટર્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજની માલીકીની જમીનમાં કરોડોની કિંમતના માટીચોરી પ્રકરણમાં ખાણ અને ખનીજ વિભાગે ગેરકાયદેસર માટી ખનન અંગે ૧૫ દિવસમાં રૂ .૧૧,૮૩,૬૬૦ ભરવા નોટિસ ફ્ટકારતા કોલેજના સત્તાધીશો હડકંપ મચી જવા પામ્યો છે. માટી ચોરી પ્રકરણમાં મહીસાગર જિલ્લા કલેકટરના હુકમ મુજબ ખાણખનીજ વિભાગ અને ડી. આઈ.એલ.આર.ની સંયુક્ત ટીમ દ્વારા તપાસમાં સાદી માટી ખનીજનું ગેરકાયદેસર ખોદકામ જોવા મળ્યું. જેમાં ૪૭૯૬.૮૫ મે. ટન સાદી માટી ખનીજ ગેરકાયદેસર રીતે અન્ય સ્થળ પર લઈ ગયાનું જ્ઞલિત થતાં કોલેજ સત્તાધીશોને નોટિસ ફ્ટકારી છે. ૧૫ દીવસમાં કોઈ પ્રતિસાદ નહીં મળે તો ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે એકતરફી કાર્યવાહીમાં પોલીસ
રિયાદની કાર્યવાહી પણ થઈ શકે છે,
નુકસાનની ભરપાઈ કોણ કરશે?: ઉપપ્રમુખ શાહ સંસ્થામાં મારા સાથી સહમંત્રી સ્વ. કનુભાઈ દવેએ કરોડોની કિંમતની માટી અને સાગના ગેરકાયદે વહીવટ અંગે પ્રમુખ હીરાભાઈ પટેલને લેખિતમાં યોગ્ય કાર્યવાહી કરવા ગત માર્ચ માસમાં નોટિસ આપી હતી. પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરતાં ન છૂટકે ઉચ્ચ કક્ષાએ જાણ કરી છે અમને ખનીજ વિભાગ તપાસ પ્રક્રિયામાં સામેલ રાખતો નથી. હીરાભાઈ, અનિલ પંડ્યા અને હરિભાઇ દંડ ભરશે –જશવંતલાલ શાહ, ઉપપ્રમુખ