રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
મહીસાગર જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની ભરતી કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. આ આવેલ અરજીઓ સામે કેટલાંક ઉમેદવારોએ ઓનલાઇન વાંધા અરજીઓ મોકલી આપી હતી. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરતાં પહેલાં ઉમેદવારો દ્વારા ઓનલાઇન કરવામાં આવેલ વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવે અને ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તેને ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ વાંધા અરજી કરનાર ઉમેદવારોને રૂબરૂ બોલાવીને તેઓને સાંભળ્યા હતા અને વાંધા અરજીઓનો સ્થળ પર નિકાલ કર્યો હતો.