રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
તાજેતરમાં કોરોના જેવી ભયંકર મહામારી ચાલી રહી છે ત્યારે તમામ ધંધા હાલ માં મોટા પ્રમાણમાં આર્થિક મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા સગાઈ , લગ્ન , સામાજીક અને ધાર્મિક પ્રસંગોમાં કોવિડ – 19 ના કારણે મર્યાદિત સંખ્યામાં સરકાર દ્વારા મંજૂરી આપેલ છે. ત્યારે સિધ્ધપુર શહેર અને તાલુકાના મંડપ , લાઈટિંગ , કેટરસ સાથે સંકળાયેલા વેપારીઓની આર્થિક હાલત નબળી બની ગઈ છે. તેથી આ વેપારીઓ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને ૫૦૦ લોકો ની છુટ છાટ આપવા લેખિતમાં રજુઆત કરવામાં આવી. મંડપ એસોસિએશન ના પ્રમુખ અનિલભાઈ ગુપ્તા દ્વારા જણાવ્યું હતુ કે , માર્ચ મહિનાથી અત્યાર સુધી એટલે કે અંદાજીત ૬ માસ સુધી અમારે બેકાર બેસવાનો વારો આવ્યો છે , લગ્ન ગાળાની સીઝનમાં અમે કમાણી કરતાં હોઈએ છીએ ત્યારે ચાલુ વર્ષે લગ્ન ની સીઝન કોરોના કાળમાં પસાર થઈ ચૂકી છે અને આના લીધે કોઈ આવક પણ થયેલ નથી ત્યારે તમામ વેપારીઓને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે. સરકાર દ્વારા અનલોક – ૪ માં લગ્ન અને ધાર્મિક પ્રસંગોમાં મર્યાદિત છૂટ આપવમાં આવી છે એમાં વધારો કરી ૫૦૦ લોકોની સરકાર દ્વારા મંજુરી આપવામાં આવે તેવી માંગ મંડપ , લાઈટિંગ , કેટરસ , ફોટોગ્રાફ જેવા એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.
આવેદનપત્રમાં મંડપ એસોસિએશન ના પ્રમુખ અનિલભાઈ ગુપ્તા , ઉપ પ્રમુખ દિનેશભાઇ પટેલ , મંત્રી પારસ ભાઈ ચૌધરી , સહમંત્રી નિલેશ ભાઈ પટેલ અને ખજાનજી નવિન ચંદ્ર પટેલ દ્વારા સિધ્ધપુર ના મામલતદાર કનકસિંહ ગોહિલ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.